નરમાઇ બાદ સેન્સેક્સમાં સુધારો

માર્કેટમાં ટ્રેડિંગ સેશનના પ્રારંભમાં માઇનસમાં પોહોંચી ગયોલા સેન્સેક્સમાં ફરી એક વાર સુધારો જોવા મળ્યો હતો. સવારે 10.30 વાગે 16 પોઇન્ટ વધીને 18,771.94 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. માર્કેટમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્, એફએમજીસી વગેરે શેર્સમાં નવી લેવાલીથી માર્કેટ પોઝિટિવ બન્યું હતું. નિફ્ટી પણ 5.20 પોઇન્ટ વધીને 5,702.90 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો.
આજે દિવસની શરૂઆતમાં બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ 15 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યો હતો. સપ્તાહની શરૂઆતમાં છૂટક રોકાણકારોએ પ્રોફિટ બૂકિંગ કરતા સેન્સેક્સમાં ગાબડું પડ્યું હતું.
આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર છેલ્લા સેશનમાં 324 પોઇન્ટના વધારા બાદ આજે 0.07 ટકા એટલે કે 14.60 પોઇન્ટ ઘટીને 18,740.85 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને રિયલ્ટી, ઓઇલ, ગેસ અને મેટલના શેર્સમાં રિકવરી જોવા મળી હતી.
બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 7.20 પોઇન્ટ ઘટીને 5,690.50 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે માર્કેટમાં પ્રોફિટ બૂકિંગ થતા માર્કેટ ડાઉન ગયું છે. આ ઉપરાંત એશિયાના અન્ય બજારોને પગલે પણ માર્કેટ પર નકારાત્મક અસર જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
