શેર બજારમાં 84 અંકનો ઘટાડો

દિવસભરના કારોબરમાં સેન્સેક્સ 21,215.94ની ઉપલી અને 21,069.45ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના 30માંથી 10 શેરોમાં તેજી નોંધાઇ હતી. એનટીપીસી (2.43 ટકા), કોલ ઇન્ડિયા (1.16 ટકા), એચડીએફસી (1.14 ટકા), આઇટીસી (0.99 ટકા) અને વિપ્રો (0.34 ટકા)માં સર્વાધિક તેજી નોંધાઇ હતી. નબળા પડેલા શેરોમાં ટાટા મોટર્સ (3.25 ટકા), એસબીઆઇ (2.59 ટકા), ભેલ (2.17 ટકા), ભારતી એરટેલ (2.15 ટકા) અને ઓએનજીસી (2.08 ટકા) હતા.
એનએસઇના 50 શેરો પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 25.65ના ઘટાડા સાથે 6,307.20 પર ખુલ્યુ અને 24.95 અંકો અથવા 0.39 ટકાના ઘટાડા સાથે 6,307.90 પર બંધ થયું. દિવસ દરમિયાન કારોબારમાં નિફ્ટીએ 6,326.60 ઉપલી અને 6,280.25ની નીચલી સપાટીએ પહોંચ્યો.












Click it and Unblock the Notifications
