For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

56 પોઇન્ટના ઘટાડા સાથે શેરબજાર બંધ, તેજીનો દૌર થમ્યો

|
Google Oneindia Gujarati News

sensex
મુંબઇ, 8 નવેમ્બર: એશિયાઇ બજારમાં નરમીના વલણ વચ્ચે સટોડીયાઓની લાભ ખાટવાની નીતિને પગલે ગુરૂવારે શેરબજારમાં તેજીનો દૌર શમી ગયો અને બોમ્બે શેરબજારનો સેંસેક્સ 56 પોઇન્ટ તૂટી ગયો.

છેલ્લા છ કારોબારી સત્રમાં 470 પોઇન્ટનો વધારો કરનાર સેંસેક્સ આજે 56.15 પોઇન્ટ ગગડીને 18,646.26 પોઇન્ટ પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 21.35 પોઇન્ટ ગગડીને 5,738.75 પર બંધ થયો હતો.

સવારના સેશન તરફ એક નજર

આજે દિવસની શરૂઆતમાં બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ 166 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યો હતો. વૈશ્વિક બજારોમાં મંદીના વલણ અને સળંગ 6 સેશન બાદ છૂટક રોકાણકારો અને ફંડોએ પ્રોફિટ બૂકિંગ કરતા માર્કેટમાં મોટું ગાબડું પડ્યું હતું.

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર છેલ્લા 6 સેશનના 470 પોઇન્ટના વધારા બાદ આજે 0.87 ટકા એટલે કે 165.96 પોઇન્ટ ઘટીને 18,736.45 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને રિયલ્ટી, પાવર, બેંકિંગ અને આઇટી સેક્ટરના શેર્સમાં નકારાત્મક વલણ જોવા મળ્યું હતું.

બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 1.14 ટકાનો ઘટાડોજોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 66.15 પોઇન્ટ ઘટીને 5,693.95 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે માર્કેટમાં પ્રોફિ્ટ બૂકિંગના કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત વૈશ્વિક બજારોમાં અમેરિકાના અર્થ તંત્રને ફરી મંદીનો સામનો કરવો પડે તેની બીકને કારણે માર્કેટો તૂટતા તેની અસર ભારતીય બજારો પર જોવા મળી છે.

English summary
The BSE benchmark Sensex today snapped a six-day rally by losing over 56 points to close at 18,646.26 on emergence of profit-booking at higher levels amid weak trends in Asia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X