શેરબજાર સામાન્ય વધારા સાથે ખૂલ્યું

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર ગઇકાલના 56 પોઇન્ટના નુકસાન બાદ 0.09 ટકા એટલે કે 18.29 પોઇન્ટ વધીને 18,864.55 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને હેલ્થકેર સેક્ટરના શેર્સમાં રિકવરી જોવા મળી હતી.
બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.09 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 5.50 પોઇન્ટ વધીને 5,744.25 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે માર્કેટમાં નવી ખરીદીને કારણે પાછલા સેશનમાં જોવા મળેલું નકારાત્મક વલણ દૂર થયું હતું.












Click it and Unblock the Notifications
