શેર બજારમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડ સ્તર પર પહોંચ્યુ

શેર બજાર આજે સવારે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યુ જેના કારણે રોકાણકારોના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યુ છે.

શેર બજાર આજે સવારે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યુ જેના કારણે રોકાણકારોના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી શેર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો તે બાદ છેવટે સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ આજે 220 ના વધારા સાથે ખુલ્યો હતો જે છેલ્લે 38472.03 પર બંધ થયો હતો પરંતુ આજના ઉછાળા બાદ તે 38586.83 પર ખુલ્યો. એટલુ જ નહિ સવારે 10.13 વાગે તે 350 ના વધારા સુધી પહોંચીને 38600 સુધી પહોંચી ગયો હતો.

share market

વળી, નિફ્ટીમાં પણ આજે ઉછાળો જોવા મળ્યો અને આજે 11650 સુધી પહોંચી ગયો હતો. આ પહેલી વાર છે જ્યારે નિફ્ટી આ આંકડા સુધી પહોંચ્યો હોય. અત્યાર સુધીની નિફ્ટીનો આ સૌથી મોટો વધારો છે. આ વધારો વૈશ્વિક બજારમાં વધારાના કારણે જોવા મળ્યો છે. વોલ સ્ટ્રીટની મદદના કારણે શુક્રવારે પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો હતો તે બાદ યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કહ્યુ કે સતત વધારો અમેરિકી અર્થવ્યવસ્થા અને રોજગારમાં વધારો લાવશે. પોવેલના આ નિવેદન બાદ એસએન્ડપી 500 ઈન્ડેક્સ અને નાસડેકમાં શુક્રવારે તેજી જોવા મળી હતી.

આજે સવારે તમામ મેટલ અને બેંકિંગ સેક્ટરમાં વધારો જોવા મળ્યો. આ શેરોમાં લગભગ એક ટકા વધારો જોવા મળ્યો. વળી, એફએમસીજી અને નાણાકીય સેવાઓ સાથે જોડાયેલ શેરોમાં પણ વધારો જોવા મળ્યો છે. પાવર ગ્રિડ, એસબીઆઈ, યેસ બેંકના શેરોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X