સેંસેક્સે લગાવી 455 અંકોની છલાંગ, રૂપિયો પણ 24 પૈસા મજબૂત
સેંસેક્સે લગાવી 455 અંકોની છલાંગ, રૂપિયો પણ 24 પૈસા મજબૂત
મુંબઈઃ શેર માર્કેટમાં કેટલાય દિવસો બાદ આજે સકારાત્મક ચાલ જોવા મળી રહી છે. સેંસેક્સે શરૂઆતી કારોબારમાં 200 અંકોની મજબૂતી સાથે તેજીનો રુખ પકડ્યો છે. સેંસેક્સ હાલ 455 અંકોની તેજી સાથે 34,754 અંકો પર પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી પણ 147 અંકની મજબૂતી સાથે 10,448 અંકોની સપાટી પર પહોંચી ગયો છે અને રૂપિયો પણ ડોલરની સરખામણીએ મજબૂત થયો છે.

બુધવારે રૂપિયામાં મજબૂી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીની વચ્ચે બેંકિંગ, ધાતુ અને વાહન કંપનીઓના શેરમાં તેજીના કારણે માર્કેટમાં ચમક જોવા મળી છે. બુધવારે શરુઆતી કારોબારમાં સેંસેક્સ 200 અંક વધી ગયો છે જ્યારે નિફ્ટીમાં પણ 60 અંકોનો વધારો થયો છે. અગાઉ મંળવારે સેંસેક્સ 174.91 અંકના કડાકા સાથે 34,299.47 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 47 અંકના ઘટાડા સાથે 10,301.05ની સપાટી પર બંધ થયો હતો.
બીજી બાજુ રૂપિયામાં મજબૂતી જોવા મળી છે અને બુધારે રૂપિયો ડૉલરની સરખામણીએ 24 પૈસાની મજબૂતાઈ સાથે 74.15 પર કારોબાર કરી રહ્યો છે. અગાઉ મંગળવારે રૂપિયો ડૉલરની સરખામણીએ 74.39ના સ્તર પર બંધ થયો હતો. પહેલી વખત રૂપિયો આટલા નીચા સ્તરે બંધ થયો હતો.
આ પણ વાંચો- કેન્દ્ર સરકારનો મોટો ફેસલો, આ વિભાગના કર્મચારીઓને મળશે 78 દિવસનું બોનસ












Click it and Unblock the Notifications
