For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકારનો મોટો ફેસલો, આ વિભાગના કર્મચારીઓને મળશે 78 દિવસનું બોનસ

કેન્દ્રનો ફેસલો, આ વિભાગના કર્મચારીઓને મળશે 78 દિવસનું બોનસ

|
Google Oneindia Gujarati News

તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે સાથે જ રેલવે કર્મચારીઓ માટે ખુશ ખબર છે. કેન્દ્રીય કેબિનેટે રેલવે કર્મચારીઓ માટે મોટો ફેસલો લેતા તેમને બોનસ આપવાનું એલાન કર્યું છે. સરકારે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારની આ ભેટનો ફાયદો રેલવેના નોન ગેઝેટેડ ઑફિસરને મળશે. પાંચ રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણી અને આગલા વર્ષે થઈ રહેલ લોકસભા ચૂંટણીને ધ્યાનમા રાખતા રેલવે કર્મચારીઓને બોનસ આપવાનો ફેસલો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

રેલવે કર્મચારીઓને 1800 રૂપિયાનું બોન આપવાનો ફેસલો

રેલવે કર્મચારીઓને 1800 રૂપિયાનું બોન આપવાનો ફેસલો

જાણકારી મુજબ સરકારે બુધવારે રેલવે કર્મચારીઓને 18000 રૂપિયાનું બોનસ આપવાના પ્રસ્તાવ પર નિર્ણય લીધો છે. આવું પહેલી વાર નથી બની રહ્યું, સરકાર દર વર્ષે રેલ કર્મચારીઓને 78 દિવસનું વેતન બોનસ આપે છે. જેનો ફાયદો ખાસ કરીને રેલવેના 12 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને મળે છે. તેમને દર વર્ષે દુર્ગા પૂજા દરમિયાન 78 દિવસનું બોનસ આપવામાં આવે છે.

12 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને ફાયદો મળશે

12 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને ફાયદો મળશે

ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનની માગણીઓ માની રેલવે બોર્ડે આ વખતે પણ કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાનો ફેસલો કર્યો છે. ક્લાસ થ્રી અને ફોર ક્લાસના કર્મચારીઓને આ બોનસ મળે છે. કેબિનેટના ફેસલા બાદ કર્મચારીઓના ખાતામાં બોનસ જમા કરાવી દેવામાં આવશે.

તહેવારોમાં દર વર્ષે બોનસ આપવામાં આવે છે

તહેવારોમાં દર વર્ષે બોનસ આપવામાં આવે છે

કેન્દ્ર અને રાજ્ય સરકાર દર વર્ષે દુર્ગા પૂજા અને દશેરાના અવસર પર પોતાના કર્મચારીઓને વેતન બોનસ આપે છે. કર્મચારીઓને ઉત્પાદકતાના આધાર પર આ બોનસ આપવામાં આવે છે. અપેક્ષા છે કે કેન્દ્રીય રેલવે કર્મચારીઓને જલદી જ આ બોનસ આપી દેવામાં આવશે.

સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા પ્રાંતવાદનું રાજકારણ ખેલી રહી છેઃ પરેશ ધાનાણીસરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા પ્રાંતવાદનું રાજકારણ ખેલી રહી છેઃ પરેશ ધાનાણી

English summary
Railway Employees get 78 day wages Around 18,000 Rupees as bonus this year Ahead of the festive season.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X