For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેજી સાથે માર્કેટની શરૂઆત

|
Google Oneindia Gujarati News

market
મુંબઇ, 16 નવેમ્બર : આજે દિવસની શરૂઆતમાં બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ 45 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો હતો. છેલ્લા પાંચ સેશનથી ફંડ અને છૂટક રોકાણકારોએ પ્રોફિટ બૂકિંગ કરતા સેન્સેક્સમાં ગાબડું પડ્યું હતું.

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર છેલ્લા પાંચ સેશનમાં 431 પોઇન્ટના મુકસાન બાદ આજે 0.24 ટકા એટલે કે 45.13 પોઇન્ટ વધીને 18,516.50 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને રિયલ્ટી, પાવર સેક્ટર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મેટલના શેર્સમાં રિકવરી જોવા મળી હતી.

બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.14 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 7.90 પોઇન્ટ વધીને 5,638.90 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે માર્કેટમાં નવી ખરીદીને કારણે સકારાત્મક વલણ જોવા મળ્યું છે.

English summary
Sensex rebounds; up in early trade.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X