For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુરોપના બજારો કકડભૂસ થતાં સેન્સેક્સ 26000ની નીચે બંધ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 16 ઓક્ટોબર : આજે યુરોપના માર્કેટમાં જોવા મળેલી વેચવાલીને પગલે યુરોપીયન માર્કેટ્સ કકડભૂસ થયા હતા. જેમાં સ્પેનિશ IBEX 35માં 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જર્મન DAXમાં અને ફ્રેન્સ CACમાં પણ ભારે ઘટાડો નોંધાયો હતો.

આ કડાકાની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. ભારતીય શેરબજારના બે મહત્વના સૂચકઆંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. જેને પગલે આજે સેન્સેક્સ 349 પોઇન્ટ ઘટીને 26000 પોઇન્ટની નીચે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 115 પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

stock-market

એફઆઈઆઈ વેચવાલી અને કમજોર વિદેશી સંકેતોના કારણથી આજે ભારતીય શેર બજારમાં ભારી વેચવાલી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી 1.5-1.5% સુધી જ્યારે નાના-મધ્યમ શેર લગભગ 2.5%થી વધારે તૂટ્યા હતા.

આજે સેન્સેક્સ અને નિફ્ટી 2 મહિનાના સૌથી નીચલા સ્તર પર બંધ થયા છે. સીએનએક્સ મિડકેપ ઈન્ડેક્સ પણ 2 મહિનાના નીચલા સ્તર પર બંધ થયા છે.

બીએસઈના સેન્સેક્સ 350 અંક એટલે કે 1.3%ના ઘટાડાની સાથે 25999.3ના સ્તર પર બંધ થયું. જ્યારે એનએસઈ નિફ્ટી 116 અંક એટલેકે 1.5% તૂટીને 7748.2ના સ્તર પર બંધ થયું છે. આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 26462ના ઉપરી સ્તરને સ્પર્શ કરવામાં સફળ રહ્યું, જ્યારે નિફ્ટીએ 7893.9નો ઉપરી સ્તર બનાવ્યો હતો.

આજના ટ્રેડિંગ સેશનમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્ડાલ્કો, ગ્રાસિમ, એમએન્ડએમ, સેસા સ્ટરલાઈટ, ટાટા સ્ટીલ અને ટાટા પાવર જેવા દિગ્ગજ શેર 6.1-3.3% સુધી ઘટીને બંધ થયા છે. જોકે ડીએલએફ, એનએમડીસી, આઈટીસી, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, ગેલ અને સિપ્લા જેવા દિગ્ગજ શેર 5.1-0.1% સુધી વધીને બંધ થયા છે.

જ્યારે મિડકેપ શેરોમાં સ્ટ્રાઈડ્સ આર્કોલેબ, જીએસએફસી, વૈભવ ગ્લોબલ, ક્રોમ્પટન ગ્રીવ્સ અને જીએમઆર ઈન્ફ્રા સૌથી વધારે 18.4-7.7% સુધી ઘટીને બંધ થયું છે. સ્મોલકેપ શેરોમાં ડીઆઈસી ઈન્ડિયા, વેસ્કોન ઈન્જીનિયર્સ, સ્પાઈસ મોબિલિટી, સિકાલ લોજીસ્ટિક્સ અને રાણે હોલ્ડિંગ્સ સૌથી વધારે 20-9% સુધી કમજોર થઈને બંધ થયા છે.

English summary
Sensex Slumps on Carnage Across European Markets; Ends Below 26000 points.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X