For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોમવારના ધબડકા બાદ શેર માર્કેટમાં જબરદસ્ત ઉછાળો, સેંસેક્સમાં 500 અંકોની તેજી

સોમવારના ધબડકા બાદ શેર માર્કેટમાં જબરદસ્ત ઉછાળો, સેંસેક્સમાં 500 અંકોની તેજી

|
Google Oneindia Gujarati News

અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા ટેન્શન વચ્ચે શેર બજારમાં આજે જોરદાર રિકવરી જોવા મળી છે. રોકાણકારોએ નીચલા સ્તરે જોરદાર લેવાલી કરી છે અને ગત રોજના ધબડકાથી બહાર નિકળતા સેંસેક્સે 500 પોઈન્ટની આજે છલાંગ લગાવી છે. જણાવી દઈએ કે ખાડી દેશમાં તણાવને કારણે સોમવારે રોકાણકારોના 3 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા પરંતુ આજે થયેલ જોરદાર લેવાલીને કારણે બજાર ગ્રીન સિગ્નલમાં આવી ગયું છે. શરૂઆતી કારોબારમાં સેંસેક્સ 41.230.14ની સપાટીએ પહોંચી ગયો છે.

share market

જ્યારે નિફ્ટીમાં પણ 147 અંકોની તેજી જોવા મળી આ સાથે જ નિફ્ટી આજે 12141 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 46 શેર તેજી સાથે ટ્રેડ કરતા જોવા મળ્યા, વેદાંતા, ZEEL અને ઈંડસઈન્ડ બેંક ટૉપ ગેનર્સ છે, જ્યારે ટેક મહિન્દ્રા, એચસીએલ અને વિપ્રો ટૉપ લૂઝર્સ છે.

નિફ્ટીના બધા જ સેક્ટરમાં આજે તેજી જોવા મળી છે. Nifty IT ઈન્ડેક્સ લીલી નિશાન સાથે ટ્રેડ કરી રહ્યો છે. Nifty PSU Bank Index 2.3 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે, આ સિવાયના તમામ નિફ્ટી ઈન્ડેક્સ 1 ટકાની તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. વ્યાપક બજારમાં S&P BSE MidCap ઈન્ડેક્સમાં 200 પોઈન્ટ અથવા 1.36 ટકાની તેજી જોવા મળી છે અને S&P BSE SmallCap ઈન્ડેક્સમાં 180 પોઈન્ટ અથવા 1.32 ટકાની તેજી જોવા મળી છે.

સોમવારે બજારના હાલ થયા હતા ખરાબ

સોમવારે અમેરિકા તથા ઈરાન વચ્ચેના તણાવની અસર બજાર પર પડી હતી, જેના કારણે બીએસઈ સેંસેક્સ 787.98 અંકોના કડાકા સાથે 40,676.63 પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટૉક એક્સેચેન્જ (NSE)નો નિફ્ટી 233.60 અંકના કડાકા સાથે 11,993.05 પર બધ થયો હતો. દિવસભરના કારોબારમાં સેંસેક્સે 41,378.34નું ઉપલું સ્તર તથા 40,613.96નું નિચલું સ્તર ટચ કર્યું હતું. જ્યારે નિફ્ટીએ 12179.10નું ઉપલું સ્તર અને 11974.20નું નિચલું સ્તર જોયું હતું.

ફરી 73 રૂપિયાએ પહોંચી ગયો પેટ્રોલનો ભાવ, જાણો ડીઝલના રેટફરી 73 રૂપિયાએ પહોંચી ગયો પેટ્રોલનો ભાવ, જાણો ડીઝલના રેટ

English summary
Sensex surges 500 points amid us-iran tension, nifty near 12,150
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X