એક્ઝિટ પોલમાં ભાજપની જીતના એંધાણથી શેરબજારમાં ઉછાળો

દેશની રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા સારા પ્રદર્શનના અનુમાનના પગલે શેરોની ભારે ખરીદદારી થઇ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક આજે શરૂઆતી કારોબારમાં 439 પોઇન્ટ વધીને 21,000ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયો.
શેરબજારના સૂચકાંકમાં બે સત્રોમાં 189.30 પોઇન્ટની પડતી નોંધવામાં આવી હતી. આજે કારોબારમાં સેન્સેક્સ 439.55 પોઇન્ટ અથવા 2.12 ટકાનો ઉછાળા સાથે 21,000ના સ્તરને પાર કરી 21,148.26 પર પહોંચી ગયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી પણ 121.90 પોઇન્ટ વધીને 6,282.85 પર આવી ગયું.












Click it and Unblock the Notifications
