હોટલ અને રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવું નથી ફરજીયાત!

કેન્દ્ર સરકારે સાફ કર્યું છે કે કોઇ હોટલ અને રેસ્ટોરન્ટ તે નક્કી ના કરી શકે કે તે કેટલો સર્વિસ ચાર્જ ગ્રાહકો પાસેથી લેશે.

કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે કોઇ પણ હોટલ અને રેસ્ટોરન્ટ તે વાત નક્કી ના કરી શકે કે તે કેટલો સર્વિસ ચાર્જ ગ્રાહકો જોડેથી લેશે. આ ગ્રાહકોએ નક્કી કરવાનું રહે છે કે તેમણે સર્વિસ ચાર્જ આપવો કે નહીં. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે આ અંગે રાજ્યોને ગાઇડલાઇન્સ આપવામાં આવી ચૂકી છે. અને રાજ્યોએ તેમને ત્યાં લાગુ કરવાની રહેશે. ગત અઠવાડિયે જ સરકારે જાહેરાત કરી હતી કે આ અંગે તે જલ્દી જ એક એડવાઇઝરી જાહેર કરશે. સાથે જ રાજ્ય સરકારને સલાહ આપવામાં આવી હતી કે ખાવા પર ખોટી રીતે સર્વિસ ચાર્જ લગાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરો.

money

કેન્દ્ર સરકારે આ નિર્ણય ત્યારે લીધા જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ સામે મોટી સંખ્યામાં ગ્રાહકોએ ફરિયાદ નોંધાવી અનેન ગ્રાહકોથી આ માટે 5 થી 20 ટકાના સર્વિસ ચાર્જ લેવામાં આવી રહ્યા હતા. ફરિયાદમાં તે પણ વાત આવી કે ગ્રાહકોને ફરજીયાત સર્વિસ ચાર્જ આપવો જરૂરી નથી. નોંધનીય છે કે કેન્દ્ર સરકારની આ વાતનો વિરોધ કરવા માટે અનેક હોટલો તેમની હોટલની બહાર પોસ્ટર પણ લગાવ્યા હતા કે જો તમારે સર્વિસ ચાર્જ ન ભરવો હોય તો પ્લીઝ હોટલમાં ના આવો. કારણ કે હોટલ અને રેસ્ટોરન્ટમાં આવશો અને સર્વિસ લેશો તો સર્વિસ ચાર્જ ભરવો પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X