કેન્દ્રીય કર્મચારીઓ આનંદો! સાતમાં પગારપંચની રચનાને મંજૂરી
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર : કેન્દ્રીય કર્મચારીઓ માટે એક ખૂબ જ આનંદના સમાચાર છે. પ્રધાનમંત્રીએ સાતમાં પગાર પંચની રચનાને મંજૂરી મળી ગઇ છે. જેનાથી 80 લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ થશે. પગાર પંચની રચના થતા અને તેની ભલામણોને લાગુ થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગાર પહેલા કરતા વધારે સારા થઇ જશે. કેન્દ્ર સરકારની આ જાહેરાત લોકસભા ચૂંટણીમાં લાભ લેવાની કવાયત માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે છઠ્ઠા પગાર પંચની ભલામણો એક જાન્યુઆરી 2006થી લાગુ થઇ હતી. પગાર પંચને પોતાની ભલામણો સોંપવામાં લગભગ 2 વર્ષ જેટલો સમય લાગે છે.

છઠ્ઠા પગાર પંચથી પહેલા પાંચમું પગાર પંચ એક જાન્યુઆરી 1996 અને ચોથું પગાર પંચ એક જાન્યુઆરી 1986ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
