• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માર્કેટમાં કડાકોઃ સેંસેક્સ 770 અંક જ્યારે નિફ્ટી 225 અંક ગગડ્યો

|

જીડીપી વિકાસ દર અનુમાનથી પણ ઓછો થવો, પ્રોડક્શન 15 મહિનાના નીચલા સ્તરે પહોંચવું અને કોર સેક્ટરની ધીમી ગતિની અસર દેશના શેર બજાર પર પણ જોવા મળી છે. બીએસઈની 30 કંપનીઓના શેર પર આધારિત સંવેદી સૂચકાંક સેંસેક્સ 769.88 અંકના કડાકા સાથે 36,562.91 પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જની 50 કંપનીઓના શેર પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 225.35 અંકના કડાકા સાથે 10,797.90 પર બંધ થયો.

દિવસભરના કારોબારમાં સેંસેક્સે 37,188.38નો ઉપલો સ્તર તથા 36466.01નો નિચલો સ્તર ટચ કર્યો, જ્યારે નિફ્ટીએ 10,967.50નો ઉચલો સ્તર તથા 10772.70નો નિમ્ન સ્તર ટચ કર્યો. બીએસઈ પર 28 કંપનીઓના શેર લાલ નિશાન પર જ્યારે બે કંપનીઓના શેર લીલા નિશાન પર બંધ થયા. એનએસઈ પર 48 કંપનીઓના શેરમાં બિકવાલી તથા બે કંપનીઓના શેરમાં લેવાલી નોંધાઈ.

બપોરે 3.15 વાગ્યાની આજુબાજુ સેંસેક્સ 800 અંકથી વધુ ગગડી ગયો અને 36500ની આસપાસ આવી ગયો. 151 અંકોની ગિરાવટ સાથે ખુલેલ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના 30 શેર વાળો સૂચકાંક સેંસેક્સ બપોરે 3 વાગીને 20 મિનિટ પર 812 અંકોના કડાકા સાથે 37000ના સ્તર પર એકદમ નીચે આવી ગયો, જ્યારે નિફ્ટી 24.40 અંકના કડાકા સાથે 10782.85 પર જોવા મળ્યો. શેર બજારમાં આ ગિરાવટ પાછળ કેટલાય ઘરેલૂ કારણ જવાબદાર છે.

ફાઈટર હેલિકોપ્ટર Apache અડધી રાત્રે પણ ઉડાવી શકે પાકિસ્તાનના હોશ, AIFનું ખતરનાક હથિયાર

English summary
share market down, sensex and nifty close in red
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X