શેર બજારમાં તેજીનો રુખ, સેંસેક્સ 40,000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

શેર બજારમાં તેજીનો રુખ, સેંસેક્સ 40,000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

નવી દિલ્હીઃ બુધવાર શેર બજાર માટે શુભ રહ્યું, શેર માર્કેટમાં 30મી ઓખ્ટોબરે ભારે તેજી જોવા મળી. બપોરે સાડા બાર વાગ્યે સેંસેક્સ 234.23 અંકના વધારા સાથે 40,000નો આંકડો પાર કરી 40,066.07 પર પહોંચી ગયો છે. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના 56 અંકની વૃદ્ધિ સાથે નિફ્ટી 11843 પર પહોંચી ગયો છે.

bse

મંગળવારે સેંસેક્સ 581.64 અંકની તેજી સાથે 39831.84 અંક પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 159.70 અંક મજબૂત થઈ 11,786.85 પર બંધ થયો. બુધવારે સવારે 40055.63 અંક પર ખુલ્યો અને દિવસના કારોબાર દરમિયાન 40121.79 અંકોના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચી ગયો.

બુધવારે ભારતી એરટેલ, એલએન્ડટી, ઈંફોસિસ, આઈટીસી, વેદાંતા, એચડીએફસી બેંક, બજાજ ઓટો, કોડક બેંક અને સન ફાર્માને શેરમાં 3 ટકા તેજી નોંધાણી. બજારમાં તેજી પાછળ લાભાંશ વિતરણ ટેક્સ ખતમ થવાં, કંપનીઓમાં સારા પરિણામ, અમેરિકા-ચીન સમજૂતીની સંભાવનાની સાથોસાથ તહેવારના મોસમમાં સારું વેચાણ અને કંપનીઓના સારા ક્વાર્ટરલી રિઝલ્ટ બાદ શેર માર્કેટમાં સારી તેજી જોવા મળી રહી છે.

અગાઉ રવિવારે દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગમાં શેર બજારમાં ભારે તેજી જોવા મળી હતી. એક કલાકના સેશનમાં સેંસેક્સમાં 195 અંકોની અને નિફ્ટીમાં 56.55 અંકોનો વધારો જોવા મળ્યો. તહેવારોના મોસમમાં શેર બજારમાં સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X