For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેર માર્કેટ ભારે ઘટાડો, 1000થી વધુ પોઈન્ટ ગગડ્યુ સેંસેક્સ, નિફ્ટી 17212 પર પહોંચ્યુ

શેર બજારમાં આજે સપ્તાહના પહેલા જ દિવસે બજાર ખુલતા જ ઘટાડો નોંધવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શેર બજારમાં આજે સપ્તાહના પહેલા જ દિવસે બજાર ખુલતા જ ઘટાડો નોંધવામાં આવ્યો છે. શરુઆતના કારોબારમાં જ આજે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. સેંસેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. 1000થી વધુના ઘટાડા સાથે સેંસેક્સ 57323 પોઈન્ટ સુધી પહોંચી ગયુ જ્યારે નિફ્ટી લગભગ 200 પોઈન્ટ ઘટીને 17212 પોઈન્ટ પર પહોંચી ગયુ. તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ સુધી બજાર બંધ રહ્યા બાદ આજે ખુલતા જ ઘટાડા સાથે ખુલ્યુ. શરુઆતના ટ્રેડમાં જબરદસ્ત વેચવાળી જોવા મળી.

share market

બેંક નિફ્ટીમાં લગભગ 780 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. આઈસીઆઈસીઆઈ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, બંધન બેંક, સ્ટેટ બેંકના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત એફએમસીજી, રિયલ સ્ટેટના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીમાં ઘટાડો વદીને 350 પોઈન્ટ સુધી પહોંચી ગયો છે. જ્યારે સેંસેક્સમાં ઘટાડો 1250 પોઈન્ટને પાર કરી ગયો છે. ટાટા પાવર, ભેજ, સીજી પાવર, રેણુકા સુગર જેવા શેરોમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

English summary
Share market open up wit huge fall sensex dips around 1000 points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X