For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વેક્સીનન મંજૂરી મળતા શેર માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ પહેલી વાર 48000ને પાર

કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેર બજારમાં ધમાકેદાર શરૂઆત થઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Share Marktet Opening: કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેર બજારમાં ધમાકેદાર શરૂઆત થઈ છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના મુખ્ય સેન્સેક્સ પહેલી વાર 48 હજારને પાર પહોંચી ગયો. તે હાલમાં 216.27 પોઈન્ટ એટલે કે 0.45 ટકાના વધારા સાથે 48,085.25ના નીચલા સ્તરે કારોબાર કરી રહ્યો છે. વળી, નેશલ સ્ટૉક એક્સચેન્જના મુખ્ય નિફ્ટી પણ રેકૉર્ડ 14,100ના સ્તરે ખુલ્યા છે. જે હાલમાં 73.10 પોઈન્ટ એટલ કે 0.52 પોઈન્ટના વધારા સાથે 14,091.60ના સ્તરે કારોબબાર કરી રહ્યા છે. જે કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો છે તેમાં આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ બેંક, બજાજ, ઈન્ફોસિસ અને હિંદુસ્તાન યુનિલીવરનુ નામ શામેલ છે. દેશમાં એક દિવસ પહેલા જ કોરોના વાયરસ સામે ઈલાજ માટે બે વેક્સીનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે જેની સકારાત્મક અસર બજાર પર સ્પષ્ટ જોઈ શકાય છે.

sensex

આ પહેલા નવા વર્ષે શેર બજાર ઝડપથી બંધ થયુ હતુ. કારોબારી સપ્તાહા છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના મુખ્ય સેન્સેક્સ 117.65 એટલે કે 25 ટકા વધારા સાથે 47,868.98ના સ્તરે બંધ થયા હતા. વળી, નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 36.70 પોઈન્ટ એટલે કે 0.26 ટકાના વધારા સાથે 14,018.450ના સ્તરે બંધ થયા હતા. આ પહેલા બજાર વધારા સાથે જ ખુલ્યા હતા. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના મુખ્ય સેન્સેક્સ 34 પોઈન્ટના વધારા સાથે 47,785ના સ્તરે ખુલ્યા હતા. વળી, નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 15 પોઈન્ટના વધારા સાથે 13,996.10ના સ્તરે ખુલ્યા હતા. નિફ્ટીએ ત્યારબાદ 14 હજારનો આંકડો પણ પાર કરી લીધો હતો.

કોરોના વાયરસ સામે વિકસિત વેક્સીનની વાત કરીએ તો દેશમાં એક દિવસ પહેલા જ બે વેક્સીનને મંજૂરી મળી છે. તેમાંથી એક ઑક્સફૉર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીન છે જેનુ નિર્માણ પૂણે સ્થિત કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા કરી રહી છે. વળી, બીજી ભારત બાયોટેક-આઈસીએમઆરની વેક્સીનને પણ ઈમરજન્સી ઉપયોગની જ મંજૂરી મળી છે પરંતુ તેને બેકઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાને તેની વેક્સીન ZyCoV-Dના ફેઝ 3ના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે વેક્સીનનો પહેલા અને બીજ તબક્કાની ટ્રાયલ 1000થી વધુ લોકો પર કરવામાં આવી છે. ડેટાથી જાણવા મળ્યુ છે કે વેક્સીનના 3 ડોઝ આપતા તે સુરક્ષિત અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની છે.

સૌરવ ગાંગુલીની દીકરી સના, જે બનવા માંગે છે ક્લાસિકલ ડાંસરસૌરવ ગાંગુલીની દીકરી સના, જે બનવા માંગે છે ક્લાસિકલ ડાંસર

English summary
Share Market opening with green mark, positive effect after vaccine approval.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X