શેર બજારમાં ગિરાવટ, સેંસેક્સ-નિફ્ટી થયા ધડામ, રિલાયન્સના શેર પણ કમજોર

શેર બજારમાં ગિરાવટ, સેંસેક્સ-નિફ્ટી થયા ધડામ, રિલાયન્સના શેર પણ કમજોર

નવી દિલ્હીઃ અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ એટલે કે સોમવારે શેરબજારમાં ભારે ગિરાવટ જોવા મળી. ગિરાવટ સાથે ખુલ્યા બાદ પણ બજારમાં ગિરાવટ યથાવત રહી. સવારે 9.17 વાગ્યાના આંકડા જોઈએ તો બોમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈંડેક્સ સેંસેક્સ 3.78 ટકાની ગિરાવટ સાથે 1274.17 અંક નીચે 32443.45ના સ્તર પર હતો. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 4.13 ટકાની ગિરાવટ સાથે 407.05 અંક નીચે 9452.85ના સ્તરે ખુલ્યો.

share market

જ્યારે સવારે 10.8 વાગ્યાના આંકડા જોઈએ તો સેંસેક્સ 5.13 ટકા એટલે કે 1728.11 અંકના નુકસાન સાથે 31989.51ના સ્તરે આવી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ 5.04 ટકાના નુકસાન સાથે 9363.25ના સ્તરે આવી ગયો હતો. નિફ્ટીમાં 496.65 અંકનો ઘટાડો જોવા મળ્યો. માનવામાં આવી રહ્યું છે કે બજારમાં ગિરાવટ પાછળના કારણે કોરોના વાયરસ સિવાય ગુરુવારે આવેલ રિલાયન્સના પરિણામ જવાબદાર છે.

રિલાયન્સના શેરમાં ગિરાવટ

અમેરિકાની ખાનગી કંપની સિલ્વર લેક પાર્ટનર્સે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના જિયો પ્લેટફોર્મમાં એક ટકાની ભાગીદારી ખરીદી લીધી છે. જે બાદ રિલાયન્સમાં શેરમાં ગિરાવટ જોવા મળી. 1440ના સ્તરે કુલ્યા બાદ સવારે 9.59 વાગ્યે 26.20 અંક એટલે કે 1.79 ટકાની ગિરાવટ સાથે 1439.80ના સ્તરે પહોંચી ગયો. જણાવી દઈએ કે જિયો પ્લેટફોર્મ્સમાં સિલ્વર લેક 5655.75 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણથી જિયો પ્લેટફોર્મની ઈક્વિટી વેલ્યૂ 4.90 લાખ કરોડ અને એન્ટરપ્રાઈઝ વેલ્યૂ 5.15 લાખ કરોડ થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X