Share Market Update : શેર બજારમાં સતત બીજા દિવસે કડાકો, એક દિવસમાં રોકાણકારોના 2.5 લાખ કરોડ ધોવાયા
Share Market Update : ભારતીય શેર બજાર બુધવારના રોજ એટલે કે 04 ઓક્ટોબરના રોજ સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયો હતો. સેન્સક્સ 286 અંક ઘટી ગયું હતું. નિફ્ટી પણ ઘટીને 19400 પર પહોંચી ગયું છે. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ મોટો ઘટાડો જણાયો હતો.
જેના કારણે શેરબજારમાં રોકાણકારોના આશરે 2.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં પણ આઈટી સિવાયના તમામ શેર ઈન્ડાઈસિસ ઘટાડા સાથે બંધ થયા છે.

ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 286.06 પોઈન્ટ્સ અથવા 0.44 ટકા ઘટીને 65,226.04 પર બંધ થયો હતો. જ્યારે NSE નો 50 શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી 79.65 પોઈન્ટ અથવા 0.41 ટકાના ઘટાડા સાથે 19,449.10 ના સ્તર પર બંધ થયા છે.
રોકાણકારોના 2.5 લાખ કરોડ ધોવાયા - BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે 4 ઓક્ટોબરના રોજ ઘટીને રૂપિયા 316.72 લાખ કરોડ થઈ છે, જે તેના અગાઉના ટ્રેડિંગ ડે એટલે કે મંગળવારના રોજ એટલે કે, 3 ઓક્ટોબરના રોજ રૂપિયા 319.21 લાખ
કરોડ હતી. આ રીતે BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ રૂપિયા 2.49 લાખ કરોડનો ઘટાડો થયો છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂપિયા 2.49 લાખ કરોડનો ઘટાડો થયો છે.
સેન્સેક્સના 5 સૌથી વધુ વધતા શેરો - સેન્સેક્સના 30 માંથી માત્ર 9 શેરો આજે તેજી સાથે બંધ થયા હતા. આમાં પણ નેસ્લે ઈન્ડિયાના શેરમાં સૌથી વધુ 2.79 ટકાનો વધારો થયો હતો. આ પછી હિન્દુસ્તાન યુનિલિવર (HUL), HDFC બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને ઇન્ફોસિસના શેર આજે વધ્યા હતા, અને 0.45 ટકાથી 1.53 ટકા સુધીના વધારા સાથે બંધ થયા હતા.
સેન્સેક્સના 5 સૌથી વધુ ઘટી રહેલા શેર - જ્યારે સેન્સેક્સના બાકીના 21 શેર આજે લાલ નિશાનમાં બંધ થયા હતા. તેમાંથી એક્સિસ બેન્કના શેર 4.38 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર હતા. આ સિવાય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), NTPC, ઈન્ડસઈન્ડ બેંક અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 2.12 ટકાથી 2.82 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
2,373 શેર ઘટ્યા - બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર આજે શેરોની સંખ્યા લાભની સરખામણીમાં ઘટાડા સાથે બંધ થઈ હતી. એક્સચેન્જમાં આજે કુલ 3,795 શેરનું ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 1,302 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. 2,373 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 120 શેર કોઈપણ વધઘટ વગર સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય આજે ટ્રેડિંગ દરમિયાન 208 શેર તેમની 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા. જ્યારે 39 શેર તેમની 52 સપ્તાહની નવી નીચી સપાટીએ પહોંચ્યા હતા.
નોંધ : અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. OneIndia ગુજરાતી ક્યારેય કોઈને પૈસા રોકવાની સલાહ આપતું નથી.












Click it and Unblock the Notifications
