IRCTCનો શેર અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે પહોંચ્યો, રોકાણકારો માલામાલ
IRCTCનો શેર અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે પહોંચ્યો, રોકાણકારો માલામાલ
ઈન્ડિયન રેલવે કેટરિન એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC)નો શેર સતત ઉપર ચઢી રહ્યો છે. આજે IRCTCનો શેર પોતાના અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયો છે. જણાવી દઈએ કે પાછલા 3 મહિના, 6 મહિના કે 1 વર્ષનો રેકોર્ડ જોઈએ તો કંપનીના શેરે રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે. IRCTC એક સરકારી કંપની છે. જે ભારતીય રેલવેને ટિકિટ, કેટરિંગ અને પર્યટન સેવાઓ આપે છે. પહેલાં આ સંપૂર્ણપણે સરકારી હતી. ત્યારે આ ભારતીય રેલવેની સહાયક કંપની હતી. હવે આ ભારતીય રેલવે મંત્રાલયના નિયંત્રણમાં છે. IRCTCનો શેર 2019માં સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટ કરાયો હતો.

કયા રેટ પર પહોંચ્યો કંપનીનો શેર
IRCTCનો શેર આજે 8 જૂને 2184.15 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ચૂક્યો છે. દોઢ વાગ્યેથી સોમવારે બંધ સ્તરની સરખામણીએ 3 ટકા મજબૂતી સાથે 2161.45 રૂપિયા પર છે. આ સ્તરે તેની માર્કેટ કેપિટલ 34,583.20 કરોડ રૂપિયા છે. આ અઠવાડિયા પહેલા તે 1910.1 રૂપિયા પર હતો. એક અઠવાડિયામાં આ શેરે રોકાણકારોને 13 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.

3 મહિનામાં કેટલું રિટર્ન આપ્યું
હાલના સ્તરે જોઈએ તો IRCTCના શેરે એક મહિનામાં સારું રિટર્ન આપ્યું છે. એક મહિના પહેલાં કંપનીનો શેર 1750.35 રૂપિયા પર હતો. એક મહિનામાં 2161.45 રૂપિયા સુધી પહોંચવમાં આ શેરે રોકાણકારોને 23.5 ટકા રિટર્ન આપ્યું. આટલું રિટર્ન તમને એક મહિનામાં કોઈ એફડી કે પોસ્ટ ઑફિસ સ્કીમમાં પણ નહી મળે. ત્રણ મહિનાનું રિટર્ન જોઈએ તો આ શેરે 7.2 ટકા રિટર્ન આપ્યું છે.

6 મહિના અને 1 વર્ષનું રિટર્ન
6 મહિના પહેલાં IRCTCનો શેર 1643.55 રૂપિયા પર હતો. તે સ્તરથી ત્યાર સુધી 31.5 ટકા ઉપર ચઢ્યો છે. કંપનીનો શેર રોકાણકારોને સતત સારું રિટર્ન આપતો રહ્યો છે. એક વર્ષના સમયગાળામાં જોઈએ તો પણ IRCTCના શેરે રોકાણકારોને 41 ટકા રિટર્ન આપ્યું છે. એક વર્ષ પહેલાં આ શેરની કિંમત 1531.35 રૂપિયા હતી.

કેમ તેજી આવી
જાણકારોનું માનવું છે કે IRCTCના શેરને લૉકડાઉન પ્રતિબંધોમાં ઢીલને પગલે ફાયદો મળ્યો છે. આ ઉપરાંત એરલાઈન પરિવહન બેગણો થઈ રહ્યો છે, જેને પગલે ભારતીય રેલવેના પરિવહનમાં પણ વધારાની અટકળો લગાવાઈ રહી છે. આ કંપનીના ફંડામેંટલ ઘણું મજબૂત છે. આ બધી વસ્તુઓ શેરને ટેકો આપી રહી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે આ શેર શૉર્ટ ટર્મમાં 2300 સુધી અથવા તો લગભગ એક મહિનામાં 2500 રૂપિયા સુધી જઈ શકે છે.












Click it and Unblock the Notifications
