એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખવા જોઇએ?
ભારતના કાયદામાં એવો કોઇ ઉલ્લેખ કે મર્યાદા બાંધવામાં આવી નથી કે કોઇ એક વ્યક્તિ મહત્તમ કેટલા ક્રેડિટ કાર્ડ રાખી શકે. કેટલાક એનાલિસ્ટ્સ માને છે કે વ્યક્તિએ ઓછામાં ઓછા બે ક્રેડિટ કાર્ડ રાખવા જોઇએ. જો કે આ બે કાર્ડ્સ પણ આપની જરૂરિયાતને આધારે રાખવા જોઇએ. આ માટે આપ ઇચ્છો તેવી સુવિધા કાર્ડમાં ઉપલબ્ધ કરાવી શકો છો.
ઉદાહરણ તરીકે કોઇ એક કાર્ડ પર આપને ટ્રાવેલ કરવાથી વધારે પોઇન્ટસ મળતા હોય, તો બીજું કાર્ડ એવું હોય કે ગ્રોસરી ખરીદવા પર આપને મહત્તમ પોઇન્ટ મળે. આપને એક કાર્ડમાંથી કોઇ દિવસ બધા લાભ મળશે નહીં. આપે ક્રેડિટ કાર્ડ લેતા સમયે એ ધ્યાન રાખવું જોઇએ કે તેમાં વાર્ષિક મેઇન્ટેનન્સ ચાર્જ ના હોય અથવા ઓછામાં ઓછો હોય.

ક્રેડિટ કાર્ડની સર્વિસ
મહત્વની બાબત એ છે કે જો આપની પાસે બે ક્રેડિટ કાર્ડ છે અને તેમનો ઉપયોગ કરતા નથી અને સમયસર પેમેન્ટ કરો છો, તો શક્ય છે કે આપનો સિબિલ સ્કોર ઉંચો જાય.
આ ઉપરાંત એ પણ મહત્વનું છે કે જો આપે આપના એક જ ક્રોડિટ કાર્ડ પર તમામ લિમિટ પૂરી કરી દીધી તો તે આપનો ક્રેડિટ સ્કોર ખરાબ કરી શકે છે. ક્રેડિટ કાર્ડ વાપરવાની સૌથી સારી પદ્ધતિ એ છે તે તેમાં થોડું બેલેન્સ જાળવી રાખવામાં આવે. આથી સારું એ જ છે કે આપ એકને બદલે બે કાર્ડ હોય તો બંનેનો વારાફરથી અથવા યોગ્ય સમયે યોગ્ય કાર્ડનો ઉપયોગ કરો.
યાદ રાખો જેટલી વાર આપ આપના ક્રેડિટ કાર્ડ પર ફુલ એમાઉન્ટ ચૂકવશો એટલી આપની ક્રેડિટિબિલિટી વધશે.
અન્ય ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દેવા જોઇએ?
જો આપની પાસે બે કરતા વધારે ક્રેડિટ કાર્ડ હોય તો તો જુના કાર્ડ બંધ કારાવી દેવામાં કોઇ સમજદારી નથી. કારણ કે તે કાર્ડ પર આપે સમયસર પેમેન્ટ કર્યું હશે તો તેના પર આપે સારો ક્રેડિટ સ્કોર પણ જમા કર્યો હશે.












Click it and Unblock the Notifications
