Reliance Retail: સિલ્વર લેકે 7500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું
Reliance Retail: સિલ્વર લેકે 7500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો બાદ હવે મુકેશ અંબાણીએ રિલાયન્સ રિટેલને ગ્લોબલ સ્ટરની કંપની બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. જિયોની જેમ જ રિટેલ કારોબારમાં પણ દુનિયાની વિરાટ રોકાણકાર કંપનીઓએ રસ દેખાડ્યો છે. જે અંતર્ગત ટેક ઈનવેસ્ટર કંપની સિલ્વર લેક પાર્ટનર્સે રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો ફેસલો લીધો છે. આ રોકાણથી સિલ્વર લેકને રિલાયન્સ રિટેલમાં 1.75 ટકાની ભાગીદારી મળશે.

સવા ચાર લાખ કરોડ રૂપિયાના મૂલ્યાંકન પર રોકાણ થઈ રહ્યું છે
સિલ્વર લેકે આ રોકાણ રિલાયન્સ રિટેલના મૂલ્યાંકન 4.21 લાખ કરોડ રૂપિયા પર કર્યું છે. અગાઉ સિલ્વર લેકે રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં પણ ભારે રોકાણ કર્યું છે. સિલ્વર લેકે આ વર્ષે રિલાયન્સ જિયોમાં 10,200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આવી રીતે સિલ્વર લેક રિલાયન્સ સમૂહની 2 કંપનીઓમાં રોકાણ કરી ચૂકી છે.
છૂટક કારોબારને વધારવા પર નજર
રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સની કેટલીક ભાગીદારી વેંચ્યા બાદ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી હવે રિટેલ વેપારમાં રેકાણની સંભાવના શોધી રહ્યા છે. જાણકારી મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજ સહયોગી કંપની રિલાયન્સ રિટેલનો 10 ટકા ભાગ વેચી પૈસા એકઠા કરવા માંગે છે. સિલ્વર લેકથી આની શરૂઆત થઈ છે.












Click it and Unblock the Notifications
