જાણો : 2015માં સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે કેવી સ્ટ્રેટેજી અપનાવશો?
ભારતમાં વર્ષ 2014માં ભારે રિટર્ન્સ જોવા મળ્યું હતું. ડેબ્ટમાં સ્થિર રિટર્ન જોવા મળ્યું હતું, જ્યારે સોનામાં કોઇ રિટર્ન મળ્યું ન હતું. સેન્સેક્સે 31 ટકા રિટર્ન આપ્યું હતું. જ્યારે નિફ્ટીએ પણ 30 ટકા રિટર્ન આપ્યું હતું. જો કે માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે વર્ષ 2015માં પણ આવું જ શાનદાર રિટર્ન મેળવવું અઘરું છે.
માર્કેટ અત્યારે નરેન્દ્ર મોદી સરકાર પાસેથી મહત્તમ આશા રાખીને બેઠું છે. સરકારના આગામી પગલાંને આધારે માર્કેટની ચાલ નક્કી થશે અને તેના આધારે રિટર્ન મળશે.
માર્કેટની અનિશ્ચિત ચાલમાં ઓછું જોખમ અને મહત્તમ વળતર મેળવવા માટે આપ કેવી સ્ટ્રેટેજી અપનાવી શકો છો તેની ટિપ્સ અમે આપી રહ્યા છીએ...

દરેક તેજીમાં આંશિક પ્રોફિટ બુકિંગ કરો
દરેક તેજીમાં આંશિક પ્રોફિટ બુકિંગ કરો. ખૂબ ઓછા એનાલિસ્ટ આ વર્ષે માર્કેટમાં 10 ટકાથી વધારેની વૃદ્ધિ જોઇ રહ્યા છે. આવા સમયે દરેક ઘટાડે ખરીદી કરો અને દરેક વધારે વેચાણ કરો એ બેસ્ટ રસ્તો છે. આ કારણે માર્કેટ 29000થી 30000 થાય ત્યાં સુધી રાહ જોવાને બદલે અત્યારથી જ સ્માર્ટ સ્ટ્રેટેજી અપનાવો.

લોંગ ટર્મ માટે ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરો
લાંબા ગાળાના ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરો. તે સુરક્ષિત હોવા સાથે સારું વળતર આપે છે. આ માટે બેંક ફિક્સ્ડ ડિપોઝિટ બેસ્ટ છે. તેમાં જોખમનું પ્રમાણ ખૂબ ઓછું છે. કારણ કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં બેંકના દરો ઘટશે એ પહેલા રોકાણ કરવાથી મહત્તમ લાભ મેળવી શકાય છે.

સોનામાં થોડું રોકાણ કરવામાં ખોટું નથી
જ્યારે પણ વૈશ્વિક સ્તરે અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ થાય છે ત્યારે સૌપ્રથમ તેજી સોનામાં નોંધાય છે. આ કારણે આપના પોર્ટફોલિયોમાં સોનામાં થોડું રોકાણ કરવામાં કોઇ વાંધો નથી. છેલ્લા બે વર્ષથી સોનામાં નેટેટિવ કે નહીંવત વળતર મળ્યું છે. જેના કારણે 2015માં સોનામાં વળતર મળવાની આશા જીવંત બની છે.

રિયલ એસ્ટેટનો વિચાર કરો
રિયલ એસ્ટેટમાં રોકાણ વિવધ રાજ્યોની સ્ટ્રેટેજી પર આધાર રાખે છે. જેમ કે બેંગલોરમાં ફ્લેટ કરતા જમીનમાં રોકાણ કરવાથી વધારે ફાયદો થાય છે. જ્યારે મુંબઇમાં ફ્લેટમાં રોકાણ કરવાથી વધારે સારો ફાયદો મળે છે.












Click it and Unblock the Notifications
