For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2013માં એક અબજ સ્માર્ટફોન વેચાયા, સેમસંગ નંબર 1

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 જાન્યુઆરી: રિસર્ચ કંપની આઇડીસીના આંકડાઓ અનુસાર ગત વર્ષે સ્માર્ટફોનનું વૈશ્વિક વેચાણ 38 ટકાથી વધીને એક અબજ થઇ ગયું છે. કંપનીનું કહેવું છે કે ભારત તથા ચીન જેવા દેશોમાં સસ્તા ફોનની મજબૂત માંગને લીધે ગત વર્ષે સ્માર્ટફોનનું વેચાણ વધ્યું છે.

તેના મુજબ ગત વર્ષે 2013માં દુનિયાભરમાં કુલ મળીને 100.42 કરોડ સ્માર્ટફોન વેચાયા હતા. આ 38.4 ટકાનો વધારો જોવા મળે છે કારણ કે વર્ષ 2012માં આ આંકડો 72.53 કરોડ રહ્યો હતો.

સમીક્ષા વર્ષમાં સેમસંગે સૌથી વધુ 31.39 કરોડ ફોન વેચ્યા અને તેની બજાર ભાગીદારી 31.3 ટકા રહી. ત્યારબાદ એપ્પલે 15.34 કરોડ ફોન (15.3 ટકા બજાર ભાગીદારી) તથા હુઆવેઇએ 4.88 કરોડ ફોન (4.9 ટકા બજાર ભાગીદારી) વેચ્યા. બજાર ભાગીદારી પ્રમાણે એલજી ચોથા તથા લિનોવો પાંચમા સ્થાને છે.

smartphone

આ મુજબ વૈશ્વિક સ્માર્ટફોન બજારે એક ઉપલબ્ધિ પ્રાપ્ત કરતાં પ્રથમ વાર કોઇ વર્ષમાં એક અબજનો આંકડો પાર કર્યો છે. આ મુજબ ચોથા ક્વાર્ટરમાં દુનિયાભરમાં કંપનીઓએ 24.2 ટકાના વધારા સાથે કુલ મળીને 28.44 કરોડ સ્માર્ટફોન વેચ્યા.

English summary
The smartphone market hit a milestone in 2013 with more than a billion shipped, a survey showed Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X