For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેન્સેક્સ 1600 પોઇન્ટ ગબડ્યું; કયા શેર્સ ખરીદશો?

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક દિવસોમાં માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળ્ય છે. જેના કારણે સેન્સેક્સ 27,000 પોઇન્ટથી નીચે જતો રહ્યો હતો. આ ઘટાડો વૈશ્વિક બજારોમાં તેલની કિંમતો ઘટવાને કારણે આવ્યો છે. વાસ્તવમાં આ બદલાવ આવ્યા પહેલા સેન્સેક્સ 28,700 પોઇન્ટની સપાટી પર હતો, જ્યાંથી ઘટીને તે 27,100ની સપાટી પર આવી ગયો હતો. આમ તેમાં 1600 પોઇન્ટનો ઘટાડો થયો હતો. આ કારણે ઘણા બ્રોકર્સ માને છે કે શેર્સમાં રોકાણ કરવાનો આ બેસ્ટ સમય છે.

રોકાણ માટેના શ્રેષ્ઠ સમયનો લાભ લેવા કયા સ્ટોક્સમાં રોકાણ કરવું જોઇએ તે અંગેની ટિપ્સ...

stock-markets-3

ICICI બેંક
અનેક બ્રોકરેજ હાઉસીસ ICICI બેંકના સ્ટોક્સ ખરીદવાનું જણાવી રહ્યા છે. તાજેતરમાં સ્ટોક્સ રૂપિયા 1700ના લેવલથી ઘટીને રૂપિયા 337ના સ્તરે પહોંચી ગયા છે. તેના કારણે સ્ટોક્સમાં લિક્વિડિટી પણ વધશે. એનાલિસ્ટ્સનું માનવું છે કે આગામી સમયમાં વ્યાજના દર ઘટશે, જેના કારણે બેંકોને ફાયદો થશે.

ઇન્ફોસિસ
ઇન્ફોસિસના શેર્સમાં છેલ્લા કેટલાક સમયમાં ઘટાડો થયો છે. આ અસર ટીસીએસ દ્વારા કરવામાં આવેલી જાહેરાત કે ડિસેમ્બરનું ક્વાર્ટર નબળું રહ્યું છે, તેના પ્રત્યાઘાતરૂપ છે. ઇન્ફોસિસના સ્ટોક્સ એવા અહેવાલના પગલે ઘટી ગયા કે કંપનીએ કેટલીક રકમ પરોપકારમાં ખર્ચી હોવાને કારણે પણ તેના શેર્સ ઘટ્યા છે. વળી ડોલર સામે રૂપિયો મજબૂત બનતા આવનારા સમયમાં કંપનીનો નફો વધશે.

કોક્સ એન્ડ કિંગ્સ
શેરખાન કોક્સ એન્ડ કિંગ્સ પર બુલિશ છે. તેમણે આ સ્ટોક્સ ખરીદવા અંગે જણાવ્યું છે. શેરખાનનું માનવું છે કે કોક્સ એન્ડ કિંગ્સે તેનું દેવું ઘટાડ્યું છે. આગામી સમયમાં દેવામાં વધારે ઘટાડો કરવાનો પ્રયાસ કરશે.

English summary
Stocks to Buy After a Crash of 1600 Points on the Sensex.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X