For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેનબક્સીને 24000 કરોડમાં ખરીદશે સન ફાર્મા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 એપ્રિલ : સન ફાર્માએ જાહેરાત કરી છે કે તાજેતરમાં ગુણવત્તા મુદ્દે અમેરિકામાં પ્રતિબંધિત કરવામાં આવેલી રેનબક્સીને ઓલ શેર ડીલ હેઠળ 24000 કરોડ રૂપિયામાં ખરીદશે.

દેશોની ટોચની ફાર્મા કંપની સન ફર્માએ રેનબક્સીનો 100 ટકા હિસ્સો ખરીદવાનો નિર્ણય કર્યો છે. તમામ મંજૂરીઓ બાદ ડિસેમ્બરમાં આ ડિલ પૂરી કરાશે. સન ફાર્માએ 475 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 400 કરોડ ડોલરમાં (અંદાજે 24000 કરોડ)માં આ સોદો પાર પાડ્યો છે.

રેનબક્સીના શેર હોલ્ડરોને 10 શેરના બદલામાં સન ફાર્માના 8 શેર મળશે. આ સોદા બાદ અમેરિકામાં સન ફાર્મા સૌથી મોટી દવા કંપની બની જશે. ત્યારે રેનબક્સી ખરીદ્યા બાદ સન ફાર્મા દુનિયાની પાંચમી સૌથી મોટી દવા કંપની હશે.

pharma

ગત વર્ષે સન ફાર્માએ સ્વીડનની મેડા નામની ફાર્મા કંપની 5 અબજ ડોલરમાં ટેકઓવર કરી હતી. જેની કિંમત ભારતીય મૂળમાં અંદાજે 28000 કરોડ રૂપિયાથી વધુ હતી. ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં ભારતીય પ્રમોટરનું સૌથી મોટું અને ભારતીય ર્કોપોરેટ ઇતિહાસમાં ચોથો મોટો સોદો બન્યો હતો.

સન ફાર્મા મેડાની ખરીદી અગાઉ બે વૈશ્વિક હસ્તગત યોજના પાર પાડી ચૂકી છે, જેમાં ડુસા ફાર્માસ્યુટીકલ્સ (2.30 કરોડ ડોલર) અને યુઆરએલ ફાર્માનો સમાવેશ થાય છે. અગાઉ ઇઝરાયલની ટેરો ફાર્માને પણ 5.71 કોરડ ડોલરમાં ટેકઓવર કરવાનો પ્રયાસ કર્યો હતો.

English summary
Sun Pharma said it will buy generic drug maker Ranbaxy Laboratories Ltd, which has hit regulatory snags in its key US market over quality issues, in an all-share deal with total equity value of $3.2 billion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X