સુપ્રીમનો સહારા જૂથને માલિકી હક્કના દસ્તાવેજો સોંપવા આદેશ
નવી દિલ્હી, 28 ઓક્ટોબર : સુપ્રીમ કોર્ટે સહારા જૂથને આકરી ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે સહારા જૂથને ત્રણ સપ્તાહની અંદર પોતાની 20,000 કરોડ રૂપિયાની સંપત્તિઓના માલિકી હક્ક સંબંધિત તમામ દસ્તાવેજો સેબીને સોંપવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સોમવારે સંભળાવેલા પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે જો સહારા સમૂહ ત્રણ સપ્તાહમાં પોતાના માલિકી હક્કના દસ્તાવેજો સેબીને સોંપશે નહીં તો સુબ્રોતો રોય અને અન્ય નિર્દેશક ન્યાયાલયની અનુમતી વિના દેશની બહાર જઇ શકશે નહીં. કોર્ટે જણાવ્યું કે હવે બચવાનો કોઇ માર્ગ રહ્યો નથી. તેણે તેના રોકાણકારોના પૈસા પાછા ચૂકવવા જ પડશે.

સર્વોચ્ચ અદાલતે સહારાને પોતાની સંપત્તિઓના મૂલ્યાંકનનો અહેવાલ તેને સોંપવાનો નિર્દેશ આપતા જણાવ્યું કે તે જરૂરિયાતથી વધારે સંતાકુકડી રમી રહ્યા છે. હવે અમે તમારી પર વધારે વિશ્વાસ મુકી શકીએ તેમ નથી.












Click it and Unblock the Notifications
