ક્રેડિટ કાર્ડ સ્વીપ કરો અને ઘરે લઇ જાઓ ટાટા નેનો
તમને આ વાંચીને થોડું આશ્ચર્ય થશે કે કાર્ડ સ્વીપ કરીને તમે એક કારના માલીક કેવી બની શકો છો, પરંતુ આ સાચું છે, દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સ તમારા માટે એક ખાસ તક લઇને આવી છે. કંપનીની આ ઓફર અનુસાર જો તમે ટાટા નેનો ખરીદવા ચાહોતો છો અને આ કાર માટે ફાઇનાન્સ કરવા ઇચ્છો છો તો તમારે બેન્કના ચક્કર લગાવવાની જરૂર નથી.
નજીકના ડીલર પાસે જાઓ અને તમારા ક્રેડિટ કાર્ડને સ્વીપ કરો અને બની જાઓ નેનો કારના માલિક. જી હાં, દેશના ઓટોમોબાઇલ જગતમાં આવું પહેલીવાર થઇ રહ્યું છે કે કોઇ વાહન નિર્માતા કંપનીએ આ પ્રકારની ઓફર રજૂ કરી હોય. આ ઓફરની સૌથી મોટી વિશેષતા એ છે કે તમે તમારા ક્રેડિટ કાર્ડથી જેટલી એમાઉન્ટ સ્વીપ કરશો તેની સાથે તમને 0% વ્યાજ દર આપવું પડશે.
ટાટા મોટર્સે પોતાની આ શાનદાર ઓફર દેશમાં માત્ર પાંચ રાષ્ટ્રીયકૃત બેન્કના કાર્ડ માટે જ રજૂ કરી છે. જેમાં એક્સીસ બેન્ક, એચએસબીસી બેન્ક, આઇસીઆઈસીઆઇ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને સ્ટાન્ડર્ડ ચાર્ડટ બેન્ક સામેલ છે. ચાલો સંક્ષેપમાં જાણીએ આ ઓફર અંગે.

કારના માકીલ બનવાની સૌથી ઝડપી રીત
કોઇપણ જાતની માથાકૂટ વગર કાર ફાઇનાન્સ
0% વ્યાજ દર પર કાર ફાઇનાન્સ
ક્રેડિટ પીરીયડ વિકલ્પ, 3-12 મહિના સુધી
ઇએમઆઇ 1 લાખ રૂપિયા પર 8,333 રૂપિયા












Click it and Unblock the Notifications
