For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીરિયા સંકટ : વૈશ્વિક આર્થિક કટોકટીની ચેતવણીનો ઘંટ?

|
Google Oneindia Gujarati News

ભારતનું આર્થિક સંકટના સપાટામાં આવી ગયું છે. અમેરિકન ડોલરની સરખામણીએ રૂપિયાના મૂલ્યમાં થયેલા ઘટાડાએ દેશની આર્થિક ગતિવિધીઓને ડામાડોળ બનાવી દીધી છે. દેશમાં પેટ્રોલિયમ પેદાશો અને સોનાની મોટા પાયે આયાતથી દેશની તિજોરી પર ભારે બોજ પડી રહ્યો છે. બીજી તરફ પેટ્રોલિયમ પદાર્થોની વધતી કિંમતથી દેશમાં મોંધવારી વધી રહી છે. આ વધારો સીરિયા સંકટને પગલે ઉભો થયો છે. ભારત જે આર્થિક કટોકટી અને પેટ્રોલિયમ પદાર્થોની મોંધવારીનો માર સહન કરી રહ્યું છે તેવી જ સમસ્યા વિશ્વના અન્ય રાષ્ટ્રોએ પણ ભોગવવી પડી શકે છે. સીરિયા સંકટ ફરી એકવાર વૈશ્વિક આર્થિક સંકટની ઘટડી વગાડી રહ્યું છે. આ સમગ્ર પરિસ્થિતિનો આધાર સીરિયા મુદ્દે અમેરિકાના વલણ પર આધાર રાખશે. સીરિયા નવા વૈશ્વિક સંકટનું કારણ કેવી રીતે બની શકે તે આવો જાણીએ...

તેલની કિંમતો વધી

તેલની કિંમતો વધી

સીરિયા પર અમેરિકાના સંભવિત હુમલાને જોતા દુનિયાભરના તેલ બજારોમાં તેલની કિંમતો વધવા લાગી છે. વર્તમાન સમયમાં તેલની કિંમતો છેલ્લા 4 મહિનામાં સૌથી વધારે ઊંચી છે. પાછલા બે જ દિવસમાં તેલની કિંમતોમાં 5 ટકા જેટલો વધારો થયો છે. એશિયાના તેલ બજારમાં તેલની કિંમતો 117 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઇ છે. આવનારા દિવસોમાં તેલની કિંમતોમાં હજી પણ વધારો થઇ શકે છે. જેના કારણે તેલની આયાત કરતા દેશોએ જરૂરિયાત પૂરી કરવા વધારે કિંમત ચૂકવવી પડશે જેની અસર દેશના અર્થતંત્ર પર પડશે.

તેલની કિંમતે 150 ડોલર પ્રતિ બેરલ થઇ શકે

તેલની કિંમતે 150 ડોલર પ્રતિ બેરલ થઇ શકે

તેલ કંપનીઓ અને વેપારીઓએ તેલની નવી કિંમતો નક્કી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંગે સોસાયટી જનરલના નિષ્ણાતોએ આગાહી કરી છે કે જો અમેરિકા પોતાની મિસાઇલોથી સીરિયા પર હુમલો કરશે તો તેલની કિંમતો 140થી 150 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જશે. આવી સ્થિતિમાં ભારતની પેટ્રોલિયમ માંગ જોતા ઊંચી કિંમતે તેલની ખરીદી દેશની તિજોરીને ખાલી કરી દેશે.

મધ્ય - પૂર્વના દેશો યુદ્ધમા્ જોડાય તો...

સીરિયા અને અમેરિકાના યુદ્ધમાં જો મધ્ય - પૂર્વના તેલ ઉત્પાદક દેશો પણ આ યુદ્ધમાં જોડાશે તો સ્થિતિ વધારે ખરાબ બનશે. જેના કારણે તેલની કિંમતો 150 ડોલર પ્રતિ બેરલ કરતા પણ વધી જશે. આ યુદ્ધમાં સીરિયાનું મિત્ર ઇરાન જોડાશે તો ફારસની ખાડીમાં જલમરૂમધ્યના માર્ગે થતી તેલની આપૂર્તિમાં બાધા ઉભી થશે. આ માર્ગથી જ વિશ્વમાં તેલના પુરવઠાનો પાંચમો ભાગ પહોંચતો કરવામાં આવે છે. જેના કારણે ઇરાકથી તેલની નિકાસ મુશ્કેલીમાં પડશે.

વિકાસશીલ અર્થવ્યવસ્થાઓને સૌથી વધારે નુકસાન

આ યુદ્ધની સૌથી ખરાબ અસર વિશ્વની વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ પર સૌથી વધારે પડશે. આવા અર્થતંત્રોમાં ચીન, ભારત, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, તુર્કીનો સમાવેશ થાય છે. ભારત પોતાની પેટ્રોલિયમ જરૂરિયાતો માટે 80 ટકા પુરવઠો આયાત કરે છે. જેના કારણે તેના પર વધારે ગંભીર અસર પડી શકે છે.

અમેરિકાને ફાયદો

અમેરિકાને ફાયદો

તેલની વધતી કિંમતોનો ફાયદો અમેરિકાને થઇ શકે છે. કારણ કે અમેરિકામાં સ્લેટ ટેકનોલોજીના ઉપયોગથી ઇંધણની ઘરેલુ કિંમતો વૈશ્વિક કિંમતોની તુલનામાં ઘણી ઓછી છે. આ કારણે અમેરિકા ચીન સાથે સ્પર્ધા કરી શકે છે. સીરિયા પર હુમલો કરીને અમેરિકા પોતાના ભૌગોલિક રાજકીય પ્રતિદ્વંદી ચીનની અર્થવ્યવસ્થા પર પ્રહાર કરવા માંગે છે, જેથી ચીન વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનવાની સ્પર્ધામાં પાછળ રહી જાય.

English summary
Syria America conflict will worsen India's economic situation?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X