નિર્મલા સીતારમણનું એલાન, આગલા 5 વર્ષમાં 105 લાખ કરોડના ઈન્ફ્રા પ્રોજેક્ટ લાવશે સરકાર
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દિલ્હીમાં એખ પ્રેસ કોન્ફ્રેન્સ કરી. આ દરમિયાન નાણા સચિવ રાજીવ કુમાર અને આર્થિક મામલાના સચિવ અતનુ ચક્રવર્તી પણ હાજર રહ્યા. નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએમ મોદીના નિવેદનનો હવાલો આપતા કહ્યું કે આગામી પાંચ વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરવામાં આવશે, જેમાંથી 25 લાખ કરોડ રૂપિયા ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચ થનાર છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર પોતાના વચનને લઈ પ્રતિબદ્ધ છે. પીએમ મોદીએ 15 ઓગસ્ટે પોતાના ભાષણમાં કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રોકાણ કરવામાં આવશે. નાણામંત્રીએ જણાવ્યું કે આના માટે ગઠિત ટાસ્ક ફોર્સે 102 લાખ કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની ઓળખ કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે ચિહ્નિત પાયાગત માળખાની પરિયોજનાઓને મોનિટર કરવા માટે રોકાણ પાઈલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કો-ઓર્ડિનેશન મેકનિઝ્મની શરૂઆત કરવામાં આવશે.
નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત 2.5 લાખ કરોડ રૂપિયા પોર્ટ અને એરપોર્ટ પ્રોજેક્ટ માટે છે. જ્યારે 3.2 લાખ કરોડ રૂપિયાના કોર ડિજિટલ ઈન્ફ્રા પ્રોજેક્ટ હશે. આ ઉપરાંત 16 લાખ કરોડ રૂપિયા સિંચાઈ, ગ્રામીણ, કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ પરિયોજનાઓ માટે છે. સાથે જ 16 લાખ કરોડ રૂપિયાના ઈન્ફ્રા પ્રોજેક્ટ હશે જેમાં મોબિલિટીના પ્રોજેક્ટ સામેલ છે.
તેમણે કહ્યું કે આ પરિણામ પર પહોંચતા પહેલા 70 વિવિધ સ્ટેકહોલ્ડર્સ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, જે બાદ આ પ્રોજેક્ટને ફાઈનલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ચાર મહિનામાં 70 બેઠક થઈ જેમાં 102 લાખ કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર વિસ્તૃત ચર્ચા થઈ. નાણામંત્રીએ જણાવ્યું કે પાછલા 6 વર્ષમાં સરકારનું ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રહ્યું છે. આ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને આમના પર 51 લાખ કરોડ ખર્ચ કર્યા, જે જીડીપીનો 5-6 ટકા છે.
નિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...