Tax Saving Option: ટેક્સ બચાવવા માટે જાણી લો આ ઓપ્શન, વાંચો અહેવાલ

Tax Saving Option: તમામ કરદાતાઓએ સમયસર ટેક્સ ભરવો જરૂરી છે. આવામાં ઘણા ટેક્સપેયર્સ ટેક્સ સેવિંગના ઓપ્શન શોધે છે. આવકવેરા વિભાગ કરદાતાઓને ટેક્સમાંથી છુટ આપવામાં આવે છે. જો તમે પણ ટેક્સ બચાવવા માટે ઓપ્શન શોધી રહ્યા છો, તો આ અહેવાલ તમારા માટે જ છે.

FD - 5 વર્ષની મુદતવાળી FDમાં તમે આવકવેરા કાયદાના 80C હેઠળ રૂપિયા 1.5 લાખનો કર લાભ મેળવી શકો છો. ઉલ્લેખનીય છે કે, FDમાં 7 થી 8 ટકા વ્યાજ આપવામાં આવે છે. FD પર મળતું વ્યાજ કરપાત્ર છે, જોકે, તમે તેના પર કર કપાત મેળવી શકો છો.

Tax Saving Option

પીપીએફ - પબ્લિક પ્રોવિડન્ટ ફંડના રોકાણકારોને પણ ટેક્સમાં છૂટ મળે છે. આ માટે લોક ઇન પીરિયડ પૂરો હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, લોક-ઈન પીરિયડ 15 વર્ષ છે. પીપીએફમાં મળતા વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી.

ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ - ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમમાં, તમે 1 વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીનું ટેક્સ રિડેમ્પશન કરી શકો છો. જોકે, તેના પર કેપિટલ ગેઈન ટેક્સ લગાવવામાં આવે છે. આમાં 10 ટકાનો કેપિટલ ગેઈન ટેક્સ લાગુ છે.

રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર - નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ 6.8 ટકા વ્યાજ આપે છે. આ યોજનામાં કોઈ જોખમ નથી. આ સ્કીમમાં તમે 1 નાણાકીય વર્ષમાં 1.5 લાખ રૂપિયાની ટેક્સ કપાત કરી શકો છો.

જીવન વીમો - જીવન વીમા પોલિસીમાં પણ કર મુક્તિ ઉપલબ્ધ છે. આમાં તમે 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ ડિડક્શન લઈ શકો છો.

રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ - નેશનલ પેન્શન સિસ્ટમ એ સ્વયંસેવક યોજના છે. આ સ્કીમમાં પણ તમે ઈન્કમ ટેક્સ એક્ટના 80CCD (1B) હેઠળ 50,000 રૂપિયા સુધીની ટેક્સ છૂટ મેળવી શકો છો.

કર્મચારી ભવિષ્ય નિધિ - કર્મચારી ભવિષ્ય નિધિ દ્વારા પણ ટેક્સ બચાવી શકાય છે. આમાં તમે 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ લાભ મેળવી શકો છો.

વરિષ્ઠ નાગરિક બચત યોજના - વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં રોકાણકારોને કર મુક્તિનો લાભ મળે છે. આ લાભ 60 વર્ષથી વધુ ઉંમરના રોકાણકારો માટે ઉપલબ્ધ છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના - દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી છે. આ એક ટેક્સ ફ્રી સ્કીમ છે, એટલે કે તેના વ્યાજ પર કોઈ ટેક્સ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X