Tesla in India: એલન મસ્કનુ મોટુ એલાન, ટૂંક સમયમાં ભારત આવશે ટેસ્લા કાર
Tesla in India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત ખૂબ જ સારી રીતે શરૂ થઈ છે. અમેરિકાના પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદીએ ઉદ્યોગ, કળા, વિજ્ઞાનના ક્ષેત્રના લોકોને મળ્યા હતા. પીએમ મોદી આ દરમિયાન ટેસ્લાના ચેરમેન એલનન મસ્કને પણ મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ એલન મસ્કે એક મોટું નિવેદન આપતા કહ્યું કે ટેસ્લા ટૂંક સમયમાં ભારત આવશે. મસ્કે કહ્યું કે પીએમ મોદીએ મને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે, મને ખાતરી છે કે ટૂંક સમયમાં ઈલેક્ટ્રોનિક કાર ભારતમાં આવશે, અમે તેને વહેલી તકે લાવવાનો પ્રયાસ કરીશું.

પીએમ મોદીને મળ્યા બાદ જ્યારે પત્રકારોએ મસ્કને સવાલ પૂછ્યા તો તેમણે કહ્યું કે પીએમ મોદી સાથે આધ્યાત્મિકતાથી લઈને ઊર્જા સુધીના વિષયો પર ચર્ચા થઈ હતી. મસ્કે કહ્યું કે હું આવતા વર્ષે ભારત આવવાની યોજના બનાવી રહ્યો છું, મને ખાતરી છે કે ટેસ્લા ભારતમાં હશે, અમે તેને શક્ય તેટલી વહેલી તકે લાવવાનો પ્રયાસ કરીશું.
મસ્કે કહ્યું કે હું પીએમ મોદીનો આભાર માનું છું કે તેમણે આટલું સમર્થન કર્યું અને આશા છે કે અમે ભવિષ્યમાં કોઈ મોટી જાહેરાત કરીશું. એટલું જ નહીં, મસ્કે પોતાને પીએમ મોદીનો ફેન ગણાવ્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ઘણા વર્ષો પહેલા ટેસ્લાની ફેક્ટરીની મુલાકાત લીધી હતી.
નોંધનીય છે કે પીએમ મોદી અને મસ્કની મુલાકાત 2015માં થઈ હતી, જ્યારે પીએમ મોદી કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં ટેસ્લા મોટર્સની ફેક્ટરીની મુલાકાત લેવા ગયા હતા.
વડાપ્રધાનને મળ્યા બાદ ટેસ્લાના સીઈઓએ કહ્યું કે ભારતમાં મોટું રોકાણ થઈ શકે છે. હું એટલું જ કહીશ કે પીએમ મોદી ભારત માટે યોગ્ય વસ્તુઓ કરવા માંગે છે. તે કંપનીઓને મદદ કરી રહ્યા છે અને સાથે સાથે તે ભારતના વિકાસની વાત પણ કરે છે, જે નિઃશંકપણે તેમની ફરજ છે. હું પીએમ મોદીનો પ્રશંસક છુ.
#WATCH | Twitter and SpaceX CEO Elon Musk after meeting PM Modi in New York, says "I am planning to visit India next year. I am confident that Tesla will be in India and we will do so as soon as humanly possible. I would like to thank PM Modi for his support and hopefully, we… pic.twitter.com/JhuPXsSPD1
— ANI (@ANI) June 21, 2023












Click it and Unblock the Notifications
