For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2022 : જાન્યુઆરી મહિનામાં રૂપિયા 138394 કરોડનું GST કલેક્શન

જાન્યુઆરી 2022માં કેન્દ્ર સરકારે GST હેઠળ 138394 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. નાણા મંત્રાલય દ્વારા સોમવારના રોજ જણાવવામાં આવ્યું છે કે, કુલ CGST 24674 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

Union Budget 2022 : જાન્યુઆરી 2022માં કેન્દ્ર સરકારે GST હેઠળ 138394 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. નાણા મંત્રાલય દ્વારા સોમવારના રોજ જણાવવામાં આવ્યું છે કે, કુલ CGST 24674 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે, જ્યારે SGST 32016 કરોડ, IGST 72030 કરોડ, સેસ 9674 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.

GST

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર એપ્રિલ 2021માં સૌથી વધુ GST 139708 કરોડ રૂપિયા હતો. આવા સમયે 30 જાન્યુઆરી, 2022ના રોજ ફાઇલ કરવામાં આવેલા GSTR 3B રિટર્નની કુલ સંખ્યા 1.05 કરોડ છે, જેમાં 36 લાખ ત્રિમાસિક રિટર્નનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, આ સતત સાતમી વખત છે, જ્યારે કેન્દ્રએ એક લાખ કરોડ રૂપિયાથી વધુનો GST એકત્ર કર્યો છે. ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો ગયા વર્ષે GST કલેક્શનમાં 13 ટકાનો વધારો થયો હતો અને ગયા મહિને 1.29 લાખ કરોડ રૂપિયાથી વધુ GST વસૂલવામાં આવ્યો હતો.

નવેમ્બર મહિનામાં તે 1.31 લાખ કરોડ રૂપિયાથી વધુ હતો. જે એક વર્ષ પહેલા કરતાં લગભગ 25 ટકા વધુ હતું. ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂપિયા 1.30 કરોડથી વધુ હતું.

English summary
The central government has collected GST of Rs 138394 crore in January.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X