For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનથી રોજનુ 4.64 અબજ ડૉલરનુ નુકશાન, 23.4% બેરોજગારી વધશે

રેટિંગ એજન્સી એક્યુટ રેટિંગ્ઝ એન્ડ રિસર્ચના જણાવ્યા મુજબ લૉકડાઉનના કારણે ભારતને રોજના 4.64 અબજ ડૉલરનુ નુકશાન થઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના સંક્રમણના કારણે ભારતમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉનના આદેશ આપવામાં આવ્યા છે. લૉકડુનના કારણે દેશની અર્થવ્યવસ્થાને નુકશાન થઈ રહ્યુ છે. રેટિંગ એજન્સી એક્યુટ રેટિંગ્ઝ એન્ડ રિસર્ચના જણાવ્યા મુજબ લૉકડાઉનના કારણે ભારતને રોજના 4.64 અબજ ડૉલરનુ નુકશાન થઈ રહ્યુ છે. 21 દિવસના આ લૉકડાઉનની અસર જીટીસી પર પડવી નક્કી છે. રેટિંગ એજન્સીના રિપોર્ટ અનુસાર લૉકડાઉનના આખા 21 દિવસ દરમિયાન જીડીપીને 98 અબજના ડૉલરનુ નુકશાન થશે.

લૉકડાઉનથી રોજના 4.64 અબજ ડૉલરનુ નુકશાન

લૉકડાઉનથી રોજના 4.64 અબજ ડૉલરનુ નુકશાન

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં 3.9 અબજ લોકો પોતાના ઘરોમાં જ રહેવા માટે મજબૂર છે. ઑફિસ, બજાર, સ્કૂલ, જરૂરી સેવાઓ સિવાય બાકી બધી સર્વિસીસ બંધ છે. એવામાં લૉકડાઉનના કારણે ભારતની અર્થવ્યવસ્થા પર રોજના લગભગ 4.64 અબજ ડૉલરનુ નુકશના થઈ રહ્યુ છે.

દેશમાં વધી શકે છે બેરોજગારી

દેશમાં વધી શકે છે બેરોજગારી

લૉકડાઉનના કારણે રોજગારમાં નુકશાન થવાનુ છે. દેશમાં બેરોજગારીનો દર 23.4 ટકા વધી શકે છે. લાઈવ મિંટના સમાચાર અનુસાર લૉકડાઉનના કારણે દેશમાં શહેરોમાં બેરોજગારીનો દર વધુ હશે. આ રીતના લૉકડાઉન પરિદ્રશ્યમા સૌથી ગંભીર રીતે પ્રભાવિત ક્ષેત્ર ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ, રિયલ એસ્ટેટ, સર્વિસીસ, પ્રોડક્શન સેક્ટર્સને સૌથી વધુ નુકશાનનુ અનુમાન લગાવવામા આવી રહ્યો છે. રેલવે એરલાઈન્સ, બસો બધુ બંધ છે. લૉકડાઉનના કારણે દવા, ગેસ, વિજળી અને મેડીકલ ઉપરકરણો સિવાય પહેલા ત્રિમાસિકમાં અન્ય ઉદ્યોગો પર નકારાત્મક અસર પડવાની છે.

લૉકડાઉનના કારણે રાજ્યોને ભારે આર્થિક નુકશાન

લૉકડાઉનના કારણે રાજ્યોને ભારે આર્થિક નુકશાન

એજન્સીએ પોતાના રિપોર્ટમાં અનુમાન લગાવ્યુ છે કે નાણાકીય વર્ષ 2020-21માં આર્થિક વૃદ્ધિ દર બેથી ત્રણ ટકા જ રહેશે. જ્યાં લૉકડાઉનના કારણે કોરોનાના સંક્રમણને રોકવામાં મદદ મળી રહી છે. જ્યારે અર્થવ્યવસ્થા પર વિપરીત અસર પડી રહી છે. આ ઉપરાંત લૉકડાઉનના કારણે રાજ્યોને ભારે નાણાકીય નુકશાન થઈ રહ્યુ છે. આ લૉકડાઉનના કારણે સરકાર દ્વારા ઘણી કલ્યાણકારી યોજનાઓ અને રાહત પેકેજ શરૂ કરવામાં આવ્યા છે જેનો બોજ પણ સરકાર પર પડી રહ્યા છે. એવામાં સરકાર આ બોજને વધુ કેટલા દિવસ સુધી સહન કરી શકશે તે જોવાનુ રહેશે. સરકાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉનના સમયને વધારી છે કે નહિ તેના વિશે હજુ વિચારણા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કોરોનાને મ્હાત આપવા માટે કેજરીવાલે બનાવ્યો 5-T પ્લાન, જાણો તેના વિશે<br />આ પણ વાંચોઃ કોરોનાને મ્હાત આપવા માટે કેજરીવાલે બનાવ્યો 5-T પ્લાન, જાણો તેના વિશે

English summary
The lockdown will cost the Indian economy almost USD 4.64 billion every day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X