શેર માર્કેટમાં ભયંકર કડાકો, એસબીઆઈના શેર 6 ટકા ગગડ્યા
ગુરુવારે શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટેક એક્સચેન્જનો પ્રમુખ સૂચકાંક સેંસેક્સ 93.94 અંક ગુમાવી 37387.18 પર અને એનએસઈનો નિફ્ટી 57.80 અંક નીચે 11060.20 પર ખુલ્યો.
ગુરુવારે શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટેક એક્સચેન્જનો પ્રમુખ સૂચકાંક સેંસેક્સ 93.94 અંક ગુમાવી 37387.18 પર અને એનએસઈનો નિફ્ટી 57.80 અંક નીચે 11060.20 પર ખુલ્યો. બુધવારે બજાર કડાકા સાથે ખુલ્યું હતું પરંતુ બંધ થતાં થતાં રિકવરી કરી ગયું હતું અને ગ્રીન સિગ્નલ પર આવીને અટકી ગયું. સવારે 9 વાગીને 45 મિનિટની આસપાસ બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જના પ્રમુખ ઈંજેક્સ સેન્સેક્સ માત્ર 6 શેર ગ્રીન નિશાન પર કારોબાર કરતા જોવા મળ્યા હતા. જેમાં પાવર ગ્રિડ (1.42 ટકા), ઈંડસઈંડ બેંક 1.41 ટકા, એચસીએલ ટેક 0.40 ટકા, એચડીએફસી 1.77 ટકા, ટેક મહિન્દ્રા 1.68 ટકા, ટાટા મોટર્સ ડીવીઆર 1.46 ટકા, યસ બેંક 1.42 ટકા વધારા સાથે સૌથી આગળ રહ્યાં.

નેશનલ સ્ટોક્સ એક્સચેન્જના નિફ્ટી 50ના જે શેરમાં શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી તેમાં વિપ્રો (3.64), ઈન્ફ્રાટેલ (2.12), પાવર ગ્રિડ (1.57), ગેલ અને ઈંડસઈંડ પ્રમુખ છે. જ્યારે ગગળનાર શેરમાં યૂપીએલ, વેદાંતા, હિંડાલ્કો, ટેક મહિન્દ્રા, જેએસડબલ્યૂ પ્રમુખ છે. યૂપીએલ, વેદાંતા, હિન્ડાલકોના શેરમાં 3 ટકાનો કડાકો જોવા મળ્યો.
બુધવારે બેંક અને ઑટો કંપનીઓના શેરમાં સારી લેવાલીથી સેંસેક્સ 84 અંકની તેજી સાથે 37,481 અંક પર બંધ થયુ્ં હતું. અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજ દર વિશે નિર્ણય પહેલા બેંક અને વાહન કંપનીઓના શેરમાં લેવાલી કરવામાં આવી હતી.
આ પણ વાંચો- ભારે વરસાદને કારણે ગુજરાતની ઘણી ટ્રેનો કેન્સલ, બરોડા એરપોર્ટ બંધ
બેંક અને વાહન કંપનીઓના શેરમાં સારી લેવાલીથી બોમ્બે શેર બજારનો સેંસેક્સ બુધવારે 84 અંકની તેજી સાથે 37481 અંક પર બંધ થયો. અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજ દર વિશે નિર્ણય પહેલા બેંક અને વાહન કંપનીઓના શેરમાં લેવાલી કરવામાં આવી. ઉતાર ચઢાવ વાળા માર્કેટમાં 30 શેરવાળો સેન્સેક્સ 466.80 પોઈન્ટના કડાકા સાથે 37,018.32 અંક પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 138 પોઈન્ટના કડાકા સાથે 10,980.00 પર બંધ થયો. સેન્સેક્સના શેરમાં યસ બેંકને સર્વાધિક 6.04 ટકાનો લાભ થયો.












Click it and Unblock the Notifications
