For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મ્યુચ્યુઅલ ફંડઃ 50 લાખનો ઈન્સ્યોરન્સ લો ફ્રીમાં, આ રીત અજમાવો

જો ફ્રીમાં 50 લાખનો વીમો જોઈતો હોય તો પૈસા ખર્ચવાના બદલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. દેશના 3 મ્યુચ્યુઅલ ફંડ હાઉસ હાલ એવી સ્કીમ ચલાવી રહ્યા છે

|
Google Oneindia Gujarati News

જો ફ્રીમાં 50 લાખનો વીમો જોઈતો હોય તો પૈસા ખર્ચવાના બદલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. દેશના 3 મ્યુચ્યુઅલ ફંડ હાઉસ હાલ એવી સ્કીમ ચલાવી રહ્યા છે, જેમાં રોકાણ કરવા પર 50 લાખ રૂપિયા સુધીનો વીમો ફ્રીમાં મળી શકે છે. આ સુવિધાનો ફાયદો ઉઠાવવો સહેલો છે આ ઉપરાંત ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને સારું વળતર પણ મેળવી શકાય છે. જો તમે ઈચ્છો તો વીમાની રકમ 1 કરોડ પણ કારવી શકો છો. પરંતુ આ માટે તમારે ત્રણેય વીમા કંપનીઓની પસંદગીની સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે sip દ્વારા રોકાણ કરવું પડશે.

આ છે 3 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ

આ છે 3 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ

હાલના સમયમાં 3 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ ફ્રીમાં ઈન્સ્યોરન્સ આપવાની સ્કીમ ચાલવી રહી છે. તેમાં icici પ્રોડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા મ્યુચ્યુઅલ ફંડ અને રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ મુખ્ય છે. આ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ પોતાના સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા રોકાણ કરતા લોકોને વીમાની સુવિધા આપી છે.

ICICIના મ્યુચ્યુઅલ ફંડ

ICICIના મ્યુચ્યુઅલ ફંડ

ICICIના મ્યુચ્યુઅલ ફંડ પોતાની સ્કીમમાં SIP દ્વારા રોકાણ કરતા લોકને ફ્રી ઈન્સ્યોરન્સ કવર આપે છે. આ વીમા કવર 50 લાખ સુધીનું છે. જો રોકાણકાર 1 વર્ષ માટે SIP કરે તો તેની રોકાણના 1- ટકા સુધી વીમા કવર ફ્રીમાં આપવામાં આવે છે. પરંતુ જો ICICI મ્યુચ્યુઅલ ફંડના ફ્રી ઈન્સ્યોરન્સ કવરનો સૌથી વધુ લાભ લેવો છે તો 3 વર્ષથી વધુ સમય માટે SIP કરવી જોઈએ. તેમાં રોકાણ કરેલી રકમના 100 ગણું વીમા કવર ફ્રીમાં મળે છે. જો કે આ વીમા કવર વધુમાં વધુ 50 લાખ સુધી જ મળશે.

આદિત્ય બિરલા મ્યુચ્યુઅલ ફંડ

આદિત્ય બિરલા મ્યુચ્યુઅલ ફંડ

આદિત્ય બિરલા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પણ પોતાની કેટલીક સ્કીમમાં ફ્રી વીમા કવર આપી રહ્યું છે. તેમાં જો SIPના માધ્યમથી રોકાણ કરવામાં આવે તો ફ્રી વીમા કવરનો લાભ મળી શકે છે. આ વીમા કવર 25 લાખ સુધીનું મળે છે. અહીં રોકાણકાર 1 વર્ષ માટે SIP કરે છે, તો રોકેલી રકમના 10 ગણું વીમા કવર ફ્રી મળે છે. જો આ SIP બે વર્ષ માટે કરવામાં આવે તો રોકાણની રકમના 50 ગણું વીમા કવર ફ્રી મળી શકે છે. એટલે સૌથી વધુ ફ્રી વીમા કવરનો લાભ લેવા માટે 3 વર્ષથી વધુની SIP કરવી જોઈએ. આમ કરવાથી રોકેલી રકમના 100 ગણું વીમા કવર ફ્રીમાં મળે છે. જો કે આદિત્ય બિરલા ગ્રુપ આ પ્રકારની કોઈ પણ યોજનામાં વધુમાં વધુ વીમા કવર 25 સુધીનું જ આપે છે.

રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ

રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ

રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પોતાની કેટલીક સ્કીમમાં SIP પર ફ્રીમાં વીમા કવર આપે છે. આ ઈન્સ્યોરન્સ કવર 50 લાખ સુધીનું છે. જો રોકાણ કાર 1 વર્ષની અંદર SIP કરે તો તે રોકાણની રકમના 10 ગણા સુધીનું કવર ફ્રીમાં મેળવી શકે છે. જો SIP 2 વર્ષ માટે હોય તો રોકાણની રકમના 50 ગણું વીમા કવર ફ્રીમાં મળશે. પરંતુ જો રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડની ફ્રી વીમા સ્કીમનો સૌથી વધુ ફાયદો લેવો હોય તો 3 વર્ષ માટે SIP કરવી જોઈએ. આ SIPમાં રોકેલી રકમના 120 ગણું વીમા કવર ફ્રીમાં મળે છે. પરંતુ શરત એ છે કે કંપની વધુમાં વધુ 50 લાખનો જ વીમો ફ્રી આપશે. પછી રોકાણ ભલે ગમે તેટલું મોટું હોય.

આ પણ વાંચો: દેવાની જાળમાં ફસાતા પહેલા જાણી લો ક્રેડિટ કાર્ડના ઉપયોગની સાચી રીત

English summary
these mutual fund companies are giving free insurance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X