For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવાની જાળમાં ફસાતા પહેલા જાણી લો ક્રેડિટ કાર્ડના ઉપયોગની સાચી રીત

આપણે આપણી સુવિધા માટે ક્રેડિટ કાર્ડ લઈએ છીએ, પણ હંમેશા તે આપણા માટે સમસ્યા બની જાય છે. આવું થવાનું કારણ છે તેનો વધુ પડતો ઉપયોગ.

|
Google Oneindia Gujarati News

આપણે આપણી સુવિધા માટે ક્રેડિટ કાર્ડ લઈએ છીએ, પણ હંમેશા તે આપણા માટે સમસ્યા બની જાય છે. આવું થવાનું કારણ છે તેનો વધુ પડતો ઉપયોગ. આપણે આપણી નાની નાની જરૂરિયાતો ક્રેડિટ કાર્ડની મદદથી પૂરીં કરવા લાગીએ છીએ. જ્યારે ક્રેડિટ કાર્ડથી ખર્ચનો નિયમ કહે છે કે તેનો ઉપયોગ ત્યારે જ કરવો જ્યારે કોઈ રસ્તો બચે નહિં. જ્યારે ક્રેડિટ કાર્ડના વધુ પડતા ઉપયોગથી લોકો દેવાના બોજા હેઠળ દબાઈ જાય છે. ક્રેડિટ કાર્ડ બેંકથી મળનારી લોનની તુલનામાં વધુ વ્યાજ લે છે, જેથી તમારા પર દબાણ વધતુ જાય છે અને તમે ઉધારીના જાળમાં ફાસાતા જ જાવ છો. આજે અમે તમને ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ જણાવીશું જેથી તમે ઉધારીથી બચી શકો.

ક્રેડિટ કાર્ડથી ક્યારેય પૈસા ન કાઢો

ક્રેડિટ કાર્ડથી ક્યારેય પૈસા ન કાઢો

કેટલાક લોકો ક્રેડિટ કાર્ડથી પૈસા કાઢી લેતા હોય છે. આ દુનિયાની સૌથી મોંધી લોન છે, જેનાથી બચવું. તેના કરતા સારુ છે કે ઓછા ખર્ચા કરવા કે કોઈ અન્ય સંસ્થા કે બેંક પાસેથી લોન લેવી. ક્રેડિટ કાર્ડથી પૈસા કાઢતા જ વ્યાજ શરૂ થઈ જાય છે, જે ભરપાઈ થવાના દિવસ સુધી લેવામાં આવે છે.

ક્ષમતા જેટલી જ કરો ખરીદી

ક્ષમતા જેટલી જ કરો ખરીદી

ક્રેડિટ કાર્ડ દ્વારા એટલી જ ખરીદી કરવી જેટલી મહિનો પૂરો થતા તમે તેની ભરપાઈ કરી શકો. તમારા મંથલી બજેટથી વધુ ખરીદી કરશો નહિં, નહિંતર દેવાની જાળમાં ફસાતા જ જશો.

વિદેશમાં વપરાશના નિયમ

વિદેશમાં વપરાશના નિયમ

વિદેશમાં ક્રેડિટ કાર્ડ વપરાશના નિયમ છે, જેના પર બેંક એક્સ્ટ્રા ચાર્જ લગાવે છે. ઉપરાંત ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીક્શન માટે ક્રોસ કરન્સી શુલ્ક પણ વસુલાય છે. જેથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘણો મોંધો પડે છે. જેથી બને તો વિદેશમાં ઓછામાં ઓછુ ટ્રાન્ઝીક્શન કરો, જેથી તમને ઓછુ શુલ્ક આપવું પડે.

સમયે ભરપાઈની ટેવ પાડો

સમયે ભરપાઈની ટેવ પાડો

ક્રેડિટ કાર્ડથી ખર્ચ કર્યા બાદ બીલ ભરવાની તારીખ હંમેશા યાદ રાખો. ક્યારેય છેલ્લી તારીખ ભૂલશો નહિં. મોટાભાગે લોકો તારીખ ભૂલી જાય છે અને તે માટે લેટ વ્યાજ દેવું પડે છે. આ વ્યાજ ઘણું વધારે હોય છે.

મિનિમમ ભરપાઈના ચક્કરમાં પડશો નહિં

મિનિમમ ભરપાઈના ચક્કરમાં પડશો નહિં

લોકો ક્રેડિટ કાર્ડથી ખરીદી કરે છે અને બીલ ભરતી વખતે મિનિમમ બીલ ભરી આખી ભરપાઈને ટાળી દે છે. દર મહિને મિનિમમ રાશિની ભરપાઈ કુલ બીલની આશરે 5 ટકા હોય છે. જો કે આ કરવું યોગ્ય નથી. ક્રેડિટ કાર્ડ કંપની આવું કરી તમારા બચેલા બીલ પર પૂરું વ્યાજ જોડી દે છે અને વસુલે છે. જેથી તમને ભારે નુકશાન થાય છે. જેથી ક્રેડિટ કાર્ડના મિનિમમ પેમેન્ટના ચક્કરમાં પડશો નહિં.

ક્રેડિટ કાર્ડ બીલના રોલઓવરથી બચો

ક્રેડિટ કાર્ડ બીલના રોલઓવરથી બચો

ક્રેડિટ કાર્ડના બિલના રોલઓવરથી હંમેશા બચો. ક્રેડિટ કાર્ડ કંપનીઓ હંમેશા બીલના રોલઓવર પર સૌથી વધુ વ્યાજ લે છે. સામાન્ય રીતે મીનિમમ રાશિ ભરપાઈ કર્યા બાદ બચેલ રાશિ નેકસ્ટ બિલિંગ સાઈકલમાં જતી રહે છે. જેના પર ઘણું વધારે વ્યાજ વસુલવામાં આવે છે.

કેટલું વ્યાજ વસુલાય છે

કેટલું વ્યાજ વસુલાય છે

ક્રેડિટ કાર્ડ કંપનીઓ ડેલી બેલેન્સ મેથડ અનુસાર વ્યાજની વસુલાત કરે છે. ક્રેડિટ કાર્ડ કંપનીઓ દર મહિને આશરે 3.5 ટકા વ્યાજ ચાર્જ કરે છે. જે વાર્ષિક 42 ટકા થઈ જાય છે.

રિવોર્ડ પોઈન્ટ માટે ખરીદી ન કરો

રિવોર્ડ પોઈન્ટ માટે ખરીદી ન કરો

ક્રેડિટ કાર્ડ કંપનીઓ ઈચ્છે છે કે તમે વધુમાં વધુ ખર્ચા કરો. જેથી તેઓ તમને વધારે લીમિટ આપે છે. ઉપરાંત તમારી વધુ ખરીદી પર વધુ રિવોર્ડ પોઈન્ટ સ્કીમ ચલાવે છે. જો કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જરૂરિયાત પડે ત્યારે જ કરો, નહિં કે રિવોર્ડ પોઈન્ટ માટે.

બીજુ ક્રેડિટ કાર્ડ લેતા પહેલા વિચારો

બીજુ ક્રેડિટ કાર્ડ લેતા પહેલા વિચારો

ક્રેડિટ કાર્ડ કંપનીઓ હંમેશા તમને બીજું અને ત્રીજુ કાર્ડ આપવા તૈયાર રહે છે. જો કે વધુ કાર્ડ હોવાથી તમારા નકામા ખર્ચા વધી જાય છે. જેને કારણે તમારી જરૂરિયાતને સમજો અને તેટલા જ કાર્ડ રાખો.

રિવોર્ડ પોઈન્ટ વધારે છે ખર્ચા

રિવોર્ડ પોઈન્ટ વધારે છે ખર્ચા

ક્રેડિટ કાર્ડ કંપનીઓ વધુમાં વધુ ખરીદી કરીએ તે માટે કેશબેક, રિવોર્ડ પોઈન્ટ અને ટ્રાવેલ પોઈન્ટ સ્કીમો ચલાવે છે. જેથી પોઈન્ટ ભેગા થાય. તે માટે વધારાના ખર્ચા કરવાનું કહેવામાં આવે છે. આ એક ચક્ર છે, જેમાં તમે ફસાતા જ જાવ છો, આ ખર્ચા વધતા જ જાય છે, જેનાથી દેવાના જાળમાંથી તમે બહાર આવી શકતા નથી.

આ પણ વાંચો: Paytm યુઝર માટે ચેતવણી, KYC માં આ ભૂલ કરી તો બેંક એકાઉન્ટ ખાલી થઇ જશે

English summary
Before you fall into debt trap, know the right way to use a credit card
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X