આ બેંકમાં રૂપિયા જમા કરાવશો થશે ફાયદો, પણ જરા સાચવીને!

Posted By:
Subscribe to Oneindia News

દરેક લોકો ઇચ્છે છે કે જે તે બેંકમાં તેમનું બચત ખાતુ હોય તેમાં પૈસા જમા કરવાથી તેમને કોઇક રીતે ફાયદો થાય. પણ આવું કરાવવું દર વખતે સંભવ નથી હોતું. તો તેવું શું કરવું જોનાથી બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવવાથી તમને પણ ફાયદો થાય વિગતવાર જાણો અહીં. ડિઝિટલ બેંકિંગ અને ટેલિકોમ સેક્ટરની વચ્ચે ચાલી રહેલી જોરદાર હરિફાઇનો ફાયદો ગ્રાહકોને મળી શકે છે. દેશની સરકારી અને પ્રાઇવેટ બેંક બચત ખાતા પર ઓછું વ્યાજ આપી રહી છે. તેની સામે નવી પેમેન્ટ બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંક બચત ખાતા પર 7.25 ટકા જેટલું વ્યાજ આપી રહી છે જે ત્રણ ટકા વધારે છે.

rbi

સ્કીમ

ઇટીની ખબર મુજબ બેંકોથી વધુમાં વધુ ગ્રાહકોને પોતાની સાથે જોડવા માટે આવી યોજનાઓ ફાયદો કરાવે છે. પણ આવી સ્કીમ લાંબો સમય ચાલતી નથી. બેકિંગ સેક્ટરથી જોડાયેલા જાણકારોનું કહેવું છે કે પેમેન્ટ બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંક ગ્રાહકો વધારવા માટે વધુ વ્યાજની ઓફર આપે છે. જો કે આગળ જતા તે ઓછી થઇ જાય છે. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના મુખ્ય કાર્યકારી અધિકારીએ બતાવ્યું કે બચત ખાતું ટ્રાન્જેક્શન માટે વધારે હોય છે. તેથી અમારું માનવું છે કે આ બચત ખાતાથી વ્યાજ દર માટે લોકો ચિંતા ઓછી કરે છે. તેમણે કહ્યું કે ઓફરથી ગ્રાહક બનાવવામાં મદદ મળે છે પણ લાંબા ગાળે તે ફાયદાકારક નથી હોતું.

note

Read also : બેંકમાં હજી પણ છે નોટોની તંગી, એટીએમ કેમ લટકે હજી પાટિયા?

તો બીજી તરફ આવી બેંક જ્યારે વ્યાજ દર ઓછું કરી દે છે તો તેમને તેમના ગ્રાહકોને બનાઇ રાખવામાં મુશ્કેલી આવે છે. આરબીઆઇના નિયમ પણ કહે છે કે નાના અને માઇલેઝ બેંક લોન આપી પૈસા બનાવી શકે છે. પણ નિયમ મુજબ પેમેન્ટ બેંક અત્યારે લોન નથી આપી શકતા. આરબીઆઇના નિયમો મુજબ પેમેન્ટ બેંકને 75 ટકા જમા ઘનરાશિને સરકારી બોન્ડમાં રખાવી પડે છે. ત્યાં જ બીજી કમર્શિયલ બેંકો પાસે 25 ટકાથી વધારે નાણાં જમા કરવા પર પણ રોક છે.

English summary
These new banks are offering interests as high on your savings accounts.
Please Wait while comments are loading...