For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 જૂનથી બદલાશે રેલવે, LPG, રાશન કાર્ડ અને વિમાન સેવાના આ નિયમો, જે જાણવા જરૂરી

આવો આપને જણાવીએ કે કેવી રીતે 1 જૂન 2020થી બદલાતા નિયમ તમારા જીવન પર અસર કરશે.

|
Google Oneindia Gujarati News

મેનો મહિનો ખતમ થવાનો છે તેમજ લૉકડાઉન પણ 4થી 31 મેના રોજ પૂરુ થઈ જશે. મેના રોજ ખતમ થવા સાથે જ નવા મહિનાની શરૂઆત થશે અને ઘણી વસ્તુઓ બદલાઈ જશે. જ્યાં લોકોને આશા છે કે 1 જૂનથી સરકાર ઘણી રાહત આપવાની છે ત્યાં 1 જૂન 2020થી તમારી આસપાસ ઘણી વસ્તુઓ બદલાઈ જશે. ભલે તે રેલવે હોય, વિમાન સેવા હોય કે પછી રાશન કાર્ડ સંબંધિત હોય કે પછી તમારા એલપીજી સિલિન્ડર. 1 જૂનથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આવો આપને જણાવીએ કે કેવી રીતે 1 જૂન 2020થી બદલાતા નિયમ તમારા જીવન પર અસર કરશે.

1 જૂનથી શરૂ થશે મોદી સરકારની ખાસ સ્કીમ

1 જૂનથી શરૂ થશે મોદી સરકારની ખાસ સ્કીમ

1 જૂનથી મોદી સરકારની ખાસ સ્કીમ શરૂ થવા જઈ રહી છે. 1 જૂનથી વન નેશન વન રાશન કાર્ડ સરકારી સ્કીમની શરૂઆત કરવામાં આવશે. દેશભરના 20 રાજ્યોમાં આ સ્કીમ લાગુ થશે. આ સરકારી યોજનાના લાગુ થયા બાદ દેશભરમાં એક રાશન કાર્ડ લાગુ થઈ જશે. લોકો કોઈ પણ રાજ્યમાં પોતાના રાશન કાર્ડથી સરકારી અનાજ અને રાશન લઈ શકે છે. આ સરકારી યોજનાથી મોટી સંખ્યામાં ગરીબ વર્ગ અને પ્રવાસીઓને લાભ મળશે જે બીજા રાજ્યોમાં કામકાજ માટે જતા રહે છે.

1 જૂનથી મોંઘુ થશે પેટ્રોલ

1 જૂનથી મોંઘુ થશે પેટ્રોલ

1 જૂનથી ઘણા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થઈ જશે. વાસ્તવમાં લૉકડાઉનના કારણે પેટ્રોલ-ડીઝલની માંગમાં ઘટા઼ડો આવ્યો ત્યારબાદ ઘણા રાજ્યોએ પેટ્રોલ-ડીઝલના ભાવ પર વેટ વધારવાનો નિર્ણય કર્યો છે. વેટ વધારવાથી પેટ્રોલના ભાવ થશે. મિઝોરમ સરકારે 1 જૂનથી રાજ્યમાં પેટ્રોલ પર 2.5 ટકા અને ડીઝલ પર 5 ટકા વેટ વધારવાનો નિર્ણય કર્યો.

શરૂ થશે આ એરલાઈન્સની સર્વિસ

શરૂ થશે આ એરલાઈન્સની સર્વિસ

ફ્લાઈટ સર્વિસ આપનાર એરલાઈન્સ કંપની ગો એર 1 જૂનથી પોતાની સર્વિસ ફરીથી શરૂ કરવા જઈ રહ્યા છે. સરકારની ગાઈડલાઈન્સ આધારે ગો એર 1 જૂનથી પોતાની ફ્લાઈટ સર્વિસને એક વાર ફરીથી શરૂ કરશે. 25 મેથી દેશભરમાં ઉડાન સેવાઓને લીલી ઝંડી આપી દેવામાં આવી ત્યારબાદ ગોએરને છોડીને લગભગ બધી એરલાઈન્સે પોતાની સર્વિસિસ શરૂ કરી દીધી છે.

1 જૂને બદલાઈ જશે LPG સિલિન્ડરના ભાવ

1 જૂને બદલાઈ જશે LPG સિલિન્ડરના ભાવ

તમને જણાવી દઈએ કે 1 જૂને એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે. દર મહિનાની 1 તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. આ હેઠળ 1 જૂન, 2020ના રોજ એક વાર ફરીથી એલપીજી સિલિન્ડરના ભાવોમાં ફેરફાર થશે. ગયા મહિને ગેસ સિલિન્ડરા ભાવમાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત 1 જૂનથી યુપી રોડવેઝની બસો ચાલવા લાગશે. આ દરમિયાન ચાલતી બસોમાં મુસાફરોની સંખ્યા સીમિત હશે. બસ ચાલકોને નિર્ધારિત ગાઈડલાઈન્સનુ પાલન કરવાનુ રહેશે.

ભારત- ચીન વિવાદ પર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, બોલ્યા- ગતિરોધને લઈ મોદીનું મૂડ ઠીક નથીભારત- ચીન વિવાદ પર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, બોલ્યા- ગતિરોધને લઈ મોદીનું મૂડ ઠીક નથી

English summary
These Rules change from 1 June 2020, Railway, Flight, Ration Card , Cylinder and Petrol price Detail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X