આ 6 કંપનીઓએ રોકાણકારોના ડુબાડી દીધા 87,973 કરોડ રૂપિયા
સેન્સેક્સની ટોપ 10 કંપનીઓમાંની 6 નું માર્કેટ કેપિટલાઇઝેશન ગયા અઠવાડિયે રૂ. 87,973.5 કરોડ ઘટી ગયું છે. સૌથી વધુ માર્કેટ કેપિટલાઇઝેશન ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) અને એચડીએફસીનું ઘટ્યું. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, હિન્દુસ્તાન યુનિલિવર, આઇટીસી અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર માર્કેટ કેપ જૂથમાં ઘટતા ગ્રુપમાં સામેલ છે. આ સમયગાળા દરમિયાન એચડીએફસી બેન્ક, ઇન્ફોસીસ, કોટક મહિન્દ્રા બેંક અને એસબીઆઈનું માર્કેટ કેપિટલાઇઝેશન વધ્યું હતું.

જાણો કેટલું ઘટ્યું માર્કેટ કેપ
ટીસીએસનું માર્કેટ કેપ 22,664.4 કરોડ રૂપિયા ઘટીને 8,24,642.82 કરોડ રૂપિયા રહી ગયું છે. એચડીએફસીનું માર્કેટકેપ 21,492.9 કરોડ રૂપિયા ઘટીને 3,52,367.54 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 16,386.6 કરોડ રૂપિયા ઘટીને 7,74,957.81 કરોડ રૂપિયા થઈ ગયું છે. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડનું માર્કેટ કેપ 13,300.7 કરોડ રૂપિયે ઘટીને 3,93,703.54 કરોડ રૂપિયા થયું છે. આઈસીઆઈસીઆઈ બેંકનું માર્કેટ કેપ 12,163.3 કરોડ રૂપિયા ઘટીને 2,52,811.76 કરોડ રૂપિયા અને આઇટીસીનું માર્કેટ કેપ 1,965.59 કરોડ રૂપિયા ઘટીને 2,99,692.17 કરોડ રૂપિયા થઇ ગયું છે.

આ કંપનીઓનું વધ્યું માર્કેટ કેપ
ઈન્ફોસિસનું માર્કેટ કેપ 10,973.83 કરોડ રૂપિયા વધીને 3,60,847.99 કરોડ રૂપિયા થઈ ગયા છે. એચડીએફસી બેંકનું માર્કેટ કેપ 4,692.82 કરોડ રૂપિયા વધી 6,14,134.28 કરોડ રૂપિયા થયું છે. આ સિવાય કોટક મહિન્દ્રા બેંકનું માર્કેટ કેપ 1,924.67 કરોડ રૂપિયા વધીને 2,75,318.74 કરોડ રૂપિયા થયું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું માર્કેટ કેપ 223.11 કરોડ રૂપિયા વધીને 2,44,489.73 કરોડ રૂપિયા થઇ ગયું છે.

આ ટોચની 10 કંપનીઓ છે
માર્કેટકેપના મામલે ટીસીએસ હજી પણ દેશની ટોપ 10 કંપનીઓમાં સૌથી ઉપર પર છે. તે પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસીસ, એચડીએફસી, આઇટીસી, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈનો નંબર છે.
આ પણ વાંચો: દેશની 18 બેંકોમાં ત્રણ મહિનામાં 32000 કરોડની છેતરપિંડી: RTI