‘દારુણ’ રૂપિયો આ રીતે કરશે ભારતીયોના હાલ બેહાલ
વૈશ્વિક સ્તરે રૂપિયો ડોલર સામે સતત કથળી રહ્યો છે. ડોલર સામે રૂપિયો 68.75 સુધી પહોંચી જતા, ભારતમાં આર્થિક મંદી જેવું વાતાવરણ ઉભુ થયું છે. જેના કારણે દેશમાં મોંઘવારી અને રોજગારીની સમસ્યાઓ ઉભી થાય તેવી શક્યતાઓ પણ વિશેષજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે જ્યારે રૂપિયો નબળો પડી રહ્યો છે, ત્યારે તેની અસર ભારતીયોના સામાન્ય જીવન પર કેવી અસર પહોંચશે તે અંગે આછેરી માહિતી અહીં આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર રૂપિયો આજે 1.60 સુધીમાં સુધારો થયો છે, જે માર્કેટ માટે સારી બાબત છે.
ડોલર સામે રૂપિયો નબળો પડવાના કારણે ગેજેટ, ફૂડ અને ઇંધણના ભાવમાં તો વધારો થઇ જ શકે છે, પરંતુ સાથોસાથ વિદેશી પ્રવાસ પણ એ હદે જ મોંઘુ થશે જે અનેક લોકોની કમર તોડી નાંખશે. આ ઉપરાંત વર્ક એન્વાયર્નમેન્ટ પણ ઘુંધણુ જઇ જશે, તો ચાલો તસવીરો થકી જાણીએ પાંચ એવી બાબતો જે રૂપિયો નબળો પડતાં ભારતને અસર કરી શકે તેમ છે.

વર્ક એન્વાયર્નમેન્ટ ઘુંધણુ
સેન્સેક્સની સાથોસાથ રૂપિયો પણ નબળો પડતાં તેની અસર દરેક સેક્ટર પર પડી છે. જે પ્રકારની ભીતિ સેવાઇ રહી છે, તે પ્રમાણે અનેક મોટીથી નાની કંપનીઓ પણ તેના સંકજામાં આવી શકે છે, જેના કારણે નોકરીને લગતું વાતાવરણ ડ્હોળાય તેવી સંભાવનાઓને નકારી શકાય તેમ નથી. નવી નોકરી મેળવવા ઇચ્છૂક યુવાનોને નોકરી મળવી મુશ્કેલ બનશે જ સાથો સાથ જે લોકો સારા ઇક્રિમેન્ટની પ્રતિક્ષા કરીને બેઠાં છે, તેમને ઝીરો ઇક્રિમેન્ટ મળે તેવી શક્યતાઓ છે.

ગેજેટ
જો તમે આગામી મહિને નવા મોબાઇલ ફોન, સ્માર્ટફોન કે પછી આઇફોન લેવા ઇચ્છતાં હોવ તો રૂપિયાની જે ‘દારુણ' સ્થિતિ સર્જાઇ છે, તેના કારણે તમારી નવા ફોન ખરીદવાની ઇચ્છા પર પાણી ફેરવી શકે છે, કારણ કે ડોલર સામે રૂપિયો નબળો પડવાના કારણે આ તમામ ગેજેટ્સ મોંઘા થઇ શકે છે, આ ઉપરાંત અન્ય ગેજેટ્સની વાત કરવામાં આવે તો, ઘડિયાળ, પર્ફ્યુમ સહિતની સામગ્રી પણ મોંઘી થવાના એંધાણ છે.

ઇંઘણની કિંમત
જે રીતે અન્ય વસ્તુઓમાં ભાવ વધારો આવી શકે છે, તેવી જ રીતે નબળા પડી રહેલા રૂપિયાના કારણે ઇંધણના ભાવમાં પણ મસમોટો વધારો ઝિંકાય તેવી સંભાવનાઓ છે. જો કે, સાચો ચિતાર આગામી સપ્તાહ કે પછી આગામી મહિનામાં મળી જશે. માહિતી અનુસાર ડીઝલના ભાવમાં 2 રૂપિયાથી લઇને 10 રૂપિયા સુધીનો ભાવ વધારો કરવામાં આવી શકે છે.

ખાવાનું થઇ શકે છે મોંઘુ
એ વાતમાં બે મત નથી કે આપણે ભારતીયો ખાવાના રસિયા છીએ, ખાસ કરીને ગુજરાતીઓ ખાવાના મામલે દેશના અન્ય રાજ્યો કરતા અવલ આવે છે, પરંતુ જે રીતે રૂપિયાને ડોલર ગળી રહ્યો છે, તેને જોતા ગુજરાતીઓ અને અન્ય રાજ્યોના નાગરિકોએ ખાવાની બાબતમાં પણ થોડુંક જતું કરવું પડી શકે છે. દેશના કેટલાક મોટા શહેરોમાં ભારે ભાવ વધારો ખાવાની વસ્તુઓ પર લાગી શકે છે. તેમજ લીકરના ભાવમાં પણ 20 ટકાનો વધારો તોળાઇ રહ્યો છે.

વિદેશનો પ્રવાસ થઇ શકે છે મોંઘો
મે મહિનામાં જે લોકોએ વેકેશનની મજા માણી હતી તેમને ડોલર સામે 55 રૂપિયામાં આ પ્રવાસ પડ્યો હતો, પરંતુ જે લોકો હવે વિદેશનો પ્રવાસ કરવા માગે છે, તો તેમના માટે ડોલર સામે નબળા પડતાં રૂપિયાના કારણે વિદેશનો પ્રવાસ મોંઘો બની શકે છે. એવું પણ બની શકે છે કે, નબળા પડતાં રૂપિયાના કારણે કેટલાક લોકોનું વિદેશી પ્રવાસનું બજેટ ખોરવાઇ જાય અથવા તો તેમણે પોતાનો પ્રવાસ રદ કરવો પડી શકે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
