ભારતમાં સોનાના સિક્કા કે લગડી ખરીદતા પહેલા આટલું ચેક કરજો
શેરમાર્કેટમાં જે તેજી જોવામાં આવી રહી છે તેને જોતા લાગી રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં સોનાની કિંમતમાં વધુ ઘટાડો નોંધાઇ શકે છે. આવા સમયમાં જો સોનાની કિંમતો ઘટે કે તરત તમે ભારતમાંથી સોનાના સિક્કા કે સોનાની લગડી ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ તો કોઇ પણ પ્રકારની છેતરપીંડિથી બચવા કેટલાક તબક્કાને અનુસરવા પડે તેમ છે. જો તેમાં ગાફેલ રહ્યા તો તમારા પૈસા પાણીમાં જશે એમ કહેવામાં કોઇ અતિરેક નથી.
અમે અહીં કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છે જેને અનુસરીને આપ તમારી સોનાના સિક્કા કે બારની ખરીદીની બચતમાં વધારો કરી શકશો. બીજી બાબત એ પણ છે કે વર્તમાન સમયમાં સાચા સોના કરતા ઇગોલ્ડમાં બચત કરવી વધારે સલામત માનવામાં આવે છે. શા માટે તે આવો જાણીએ...

કિંમતની સરખામણી કરો
બેંકોમાં જે સોનાના સિક્કા કે લગડી હોય છે તેની સરખામણીમાં જ્વેલરી શોપમાં સોનાની કિંમત ઓછી હોય છે. બેંકમાંથી સોનું ખરીદશો તો તેની શુદ્ધતા અંગે કોઇ પ્રશ્ન નહીં રહે, પરંતુ સોનીને ત્યાંથી ખરીદશો તો તે પ્રતિષ્ઠિત દુકાનમાંથી ખરીદવામાં જ સમજદારી છે.

બેંકો સોનું પાછું નથી લેતી, સોનીઓ લે છે
જો તમે કટોકટીની સ્થિતિમાં કામ લાગે તેમ સમજીને બચતના ભાગ રૂપે સોનુ ખરીદી રહ્યા હોવ તો એક બાબત ખાસ ધ્યાનમાં રાખશો કે સોની કે જ્વેલરી શોપ તમારું સોનુ ખરીદશે. પરંતુ બેંકો તમને વેચેલા સિક્કા કે બાર પાછા ખરીદતી નથી.

ગુણવત્તાની ચકાસણી
કેટલીક બેંકો હાઇએસ્ટ ટેમ્પર પ્રુફ પેકિંગમાં પેક કરેલું સોનુ જ વેચે છે. તેમાં ટેમ્પરપ્રુફ સર્ટિકાર્ડ પણ હોય છે, જેની સાથે સરળતાથી છેડછાડ થઇ શકતી નથી. સોનાની શુદ્ધતાની ખાતરી માટે 24 કેરેટના સોના માટે LMBA દ્વારા નિયુક્ત કરેલા ચકાસણીકારોના સર્ટિફિકેટની માન્યતાને ધ્યાનમાં રાખવી જોઇએ.

છેલ્લા 1 વર્ષમાં સોનાના ભાવ ઘટ્યા છે
ગયા વર્ષે એટલે કે ઓગસ્ટ 2013માં સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામ રૂપિયા 32,000ના ભાવે પહોંચી ગઇ હતી. તેની સરખામણીએ વર્તમાન સમયમાં સોનાના ભાવ રૂપિયા 27,000 પ્રતિ 10 ગ્રામ છે. એટલે કે સોનાના ભાવમાં રૂપિયા 5,000 સુધીનો ઘટાડો થઇ ચૂક્યો છે. આ કારણે કોઇ નિષ્ણાતની સલાહ લઇને રોકાણ કરવું જરૂરી છે.

ઇમ્પોર્ટ ડ્યુટી ઘટશે
ઇમ્પોર્ટ ડ્યુટી ઘટશે
સોનાની ખરી ચાલ શું રહેશે તે અંગે કોઇ ચોક્કસ અનુમાન લગાવવું અશક્ય છે. આથી જો નવી સત્તામાં આવેલી એનડીએ સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડશે તો સોનાના ભાવ ઘટશે. ભારતની ચાલુ ખાધ નિયંત્રણમાં આવતા જ આ પગલું ભરવામાં આવી શકે છે.

Click it and Unblock the Notifications