1 જુનથી બદલાઇ રહેલા આ નિયમ તમારા ખિસ્સાને કરશે અસર, જાણો
દર મહિનાની પહેલી તારીખ કોઈને કોઈ ફેરફાર લાવે છે. જૂન મહિનામાં પણ ઘણા ફેરફારો જોવા મળશે. આ નિયમોમાં ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ ફેરફારો ઇલેક્ટ્રિક વાહનો, રાંધણ ગેસ, બેંક ખાતા સહિત ઘણા મોટા ફેરફારો હશે. ચાલો જોઈએ કે 1 જૂનથી શું ફેરફારો થવા જઈ રહ્યા છે.

બચત અને ચાલુ ખાતામાં મોટો ફેરફાર
1 જૂનથી બચત અને ચાલુ ખાતામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફાર દાવા વગરની થાપણોને લઈને હશે.આરબીઆઈએ આ અંગે 100 દિવસ 100 અભિયાન શરૂ કર્યું છે. બેંકોએ આ સમય મર્યાદામાં દાવો ન કરેલી રકમની પતાવટ કરવી પડશે.
આરબીઆઈના જણાવ્યા અનુસાર, આવા બચત અને ચાલુ ખાતા કે જે 10 વર્ષથી ઓપરેટ થયા નથી અને તેમાં બેલેન્સ છે અથવા મેચ્યોરિટીની તારીખથી 10 વર્ષની અંદર કોઈએ દાવો કર્યો નથી, તેને દાવા વગરની થાપણો તરીકે ગણવામાં આવશે. આ ખાતાઓ 1 જૂનથી બેંકોને સેટલ કરવામાં આવશે.
CNG-PNG ભાવ
સીએનજી અને પીએનજીના ભાવ દર મહિનાની પ્રથમ તારીખે અથવા પ્રથમ સપ્તાહે બદલાય છે. એવું માનવામાં આવે છે કે જૂનમાં CNG અને PNGની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં દિલ્હી NCRમાં CNG અને PNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે બાદ એવું માનવામાં આવે છે કે જૂનમાં ફરીથી CNG-PNGની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે.
ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર
CNG અને PNGની જેમ ગેસ સિલિન્ડરના ભાવ પણ દર મહિનાની શરૂઆતમાં બદલાય છે. એપ્રિલમાં એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 92 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો.
મે મહિનામાં પણ 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે 14 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ મહિને એલપીજીની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.
ઇલેક્ટ્રિક ટુ વ્હીલર મોંઘા થશે
જો તમે જૂન મહિનામાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ભારતમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર 1 જૂન, 2023થી મોંઘા થવા જઈ રહ્યા છે. 21 મેના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, ભારે ઉદ્યોગ મંત્રાલયે FAME-II સબસિડીની રકમને સુધારીને રૂ. 10,000 પ્રતિ kWh કરી છે જે અગાઉ રૂ. 15,000 પ્રતિ kWh હતી.
આ કારણે મોટાભાગના ઈલેક્ટ્રિક વાહનો લગભગ 25000 થી 35000 રૂપિયા સુધી મોંઘા થઈ શકે છે. જો તમે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો, તો 1 જૂન પહેલા ખરીદી લો.
કફ સિરપની નિકાસ
ભારતીય કફ સિરપની નિકાસને લઈને સરકાર 1 જૂનથી નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. ગયા મહિને ઘણા દેશોમાંથી ભારતીય કફ સિરપને લઈને ઘણા આક્ષેપો થયા હતા. જેમાં બાળકોના મોતની વાત પણ સામે આવી હતી. આવી સ્થિતિમાં હવે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ આ મામલે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
હવે કફ સિરપના નિકાસકારોએ તેમના ઉત્પાદનોને વિદેશ મોકલતા પહેલા નિયત સરકારી પ્રયોગશાળાઓમાં પરીક્ષણ કરાવવું પડશે. આ પછી જ કફ સિરપની નિકાસ કરવાની પરવાનગી આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
