For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાનગી ક્ષેત્રમાં પગારની દ્રષ્ટિએ આ વર્ષ સૌથી ખરાબ રહ્યું

દેશ-વિદેશની અર્થવ્યવસ્થામાં મંદીના કારણે ભારતીય કંપનીઓની વૃદ્ધિ ધીમી પડી છે. આને કારણે, કંપનીઓ તેમના કર્મચારીઓનું વેતન વધારવામાં ખચકાઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

દેશ-વિદેશની અર્થવ્યવસ્થામાં મંદીના કારણે ભારતીય કંપનીઓની વૃદ્ધિ ધીમી પડી છે. આને કારણે, કંપનીઓ તેમના કર્મચારીઓનું વેતન વધારવામાં ખચકાઈ રહી છે. વર્ષ 2018-19માં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓનો પગાર છેલ્લા એક દાયકામાં સૌથી ઓછો રહ્યો છે. આ માહિતી સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE) દ્વારા તૈયાર કરાયેલા પ્રોવેસ ડેટાબેસમાંથી બહાર આવી છે. આમાં છેલ્લા 10 વર્ષમાં 4,953 કંપનીઓના વેચાણ અને પગારના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જેમાંથી 3,353 કંપનીઓમાં વર્ષ 2018-19માં 82 લાખ લોકો કાર્યરત હતા.

કર્મચારીઓના પગારમાં માત્ર 0.53 ટકાનો વધારો

કર્મચારીઓના પગારમાં માત્ર 0.53 ટકાનો વધારો

હિન્દુસ્તાન ટાઇમ્સની રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ 2018-19માં આ 4,953 કંપનીઓના નૉમિનલ વેતન અને વેચાણની આવકમાં અનુક્રમે 6 અને 9 ટકાનો વધારો થયો છે. એટલે કે, જો આપણે મોંઘવારીના પ્રભાવ (કંજ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ) પર નજર કરીએ તો કર્મચારીઓના પગારમાં માત્ર 0.53 ટકાનો વધારો થયો છે.

કંપનીઓનો ધંધો ઘણા સમયથી સારો નથી થઈ રહ્યો

કંપનીઓનો ધંધો ઘણા સમયથી સારો નથી થઈ રહ્યો

ખાનગી ક્ષેત્રના પગારમાં પૂરતા પ્રમાણમાં વધારો થયો ન હોવાના ઘણા કારણો છે. કંપનીઓનો ધંધો ઘણા સમયથી સારો નથી થઈ રહ્યો. પ્રોવેસ ડેટાબેસમાં શામેલ કંપનીઓના છેલ્લા ચાર વર્ષથી વાસ્તવિક વેચાણમાં વૃદ્ધિ નકારાત્મક રહી છે. તો વર્ષ 2016-17 અને 2017-18ના વર્ષોમાં થોડો સુધારો થયો છે, પરંતુ ગયા વર્ષે પરિસ્થિતિ ફરી કથળી છે.

મોંઘવારીના આધારે એડજસ્ટેડ વેચાણ પર નજર કરીએ તો, તે 2018-19માં ઘટીને 3 ટકા થઈ ગઈ છે, જે 2017-18માં 4.5 ટકા હતી. આને કારણે કંપનીઓ ખર્ચ ઘટાડવા જેવા પગલા લઈ રહી છે અને પગારમાં બહુ વધારો કરતી નથી.

વેતન ન વધારવાનું એક કારણ વધતી બેરોજગારી

વેતન ન વધારવાનું એક કારણ વધતી બેરોજગારી

કંપનીઓ દ્વારા વેતન ન વધારવાનું એક કારણ વધતી બેરોજગારી પણ છે. રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કચેરી દ્વારા કરાયેલા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) બતાવે છે કે બેરોજગારીનો દર 2017-18માં ચાર દાયકાના સૌથી ઉંચા સ્તર 6.1 ટકા પર પહોંચી ગયો છે. બેરોજગાર અને લાયક ઉમેદવારોની વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધતા, કંપનીઓની સોદાબાજીની ક્ષમતામાં વધારો થયો છે અને તેઓ વેતન વધારવાનું ટાળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગયા વર્ષે આ 4,953 કંપનીઓનો કુલ પગાર ખર્ચ 10.26 લાખ કરોડ રૂપિયા રહ્યો છે, જે દેશના કુલ ખાનગી ક્ષેત્રના ખર્ચનો આશરે 12.8 ટકા છે.

આ પણ વાંચો: દેવાની જાળમાં ફસાતા પહેલા જાણી લો ક્રેડિટ કાર્ડના ઉપયોગની સાચી રીત

English summary
This year was the worst in terms of pay in the private sector
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X