Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નવો બિઝનેસ શરૂ કરતા પહેલાં 5 બાબતો જાણો

આપ કોઇ નવો વ્યવસાય શરૂ કરવા જઇ રહ્યા છો અને બિઝનેસ કરવામાં નવા છો તો આપે કેટલીક સાવધાની રાખવાની જરૂર છે. આ ઉપરાંત બિઝનેસના વિકાસ માટે આપ કેવા પગલાં લો છો અને તેના માટે શું બાબતો ધ્યાનમાં રાખો છો તે પણ મહત્વનું છે. આ માટે અમે આપને નવો બિઝનેસ શરૂ કરતા પહેલા શું બાબતો જાણવી જોઇએ તે જણાવી રહ્યા છીએ...

work-1

પહેલું પગલું
આપે ભારપૂર્વક વિચારવાની જરૂર છે કે આપ જે નવો બિઝનેસ શરૂ કરવા જઇ રહ્યા છો તે પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આપ શા માટે એ વ્યવસાય કરવા જઇ રહયા છો? જો આપને આ સવાલોના સાચા જવાબ મળી ગયા તો આપ નવો બિઝનેસ શરૂ કરવામાં આત્મવિશ્વાસ વધારી શકશો.

બીજું પગલું
આપ પોતાનો બિઝનેસ શરૂ કરતા પહેલા પોતાની નિર્ણય ક્ષમતા અંગે વિચારો અને કામ કરો. આપને લાગે છે કે કોઇ ચોક્કસ મુશ્કેલીની સ્થિતિમાં આપને નિર્ણય લેવામાં મુશ્કેલી નડે છે તો આપ નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવો. આ માટે આપના બિઝનેસના ક્ષેત્રના અનુભવી લોકોનું જીવનચરિત્ર વાંચો કે અંગે અનુભવી લોકો સાથે વાત કરો.

ત્રીજું પગલું
વ્યવસાય શરૂ કરવામાં ઉતાવળ કરવી નહીં. આપે વિચારવું જોઇએ કે આપની પાસે કેટલા પૈસા છે. સાથે એ પણ ગણતરી ગણવી જોઇએ કે પરિસ્થિતિ આપની વિરુદ્ધ રહી તો આપ ક્યાં સુધી પૈસાનો સાથ મેળવીને ટકી શકશો.

ચોથું પગલું
યોગ્ય સ્થાનની પસંદગી આપના વ્યવસાયમાં ચાર ચાંદ લગાવી શકે છે. આ માટે એવા સ્થાનની પસંદગી કરો જ્યાં આપનો વ્યવસાય ખીલી અને ફાલી શકે. આ સાથે એ પણ જુઓ કે બિઝનેસમાંથી આપને કેટલી આવક મળી શકે છે અને ભવિષ્યમાં કેવી સ્થિતિ રહેશે.

પાંચમુ પગલું
બિઝનેસ માટે સ્થાનની પસંદગી કર્યા બાદ આપના બિઝનેસનું માળખું કેવું રહેશે. તેની જરૂરિયાત કેવી છે તે બાબતો નક્કી કરો. ત્યાર બાદ આપને કેટલા કર્મચારીઓની જરૂર રહેશે તે નક્કી કરો. કર્મચારીઓની પસંદગી કરતા સમયે તેમનામાં લીડરશિપ અને ટીમવર્કની કેવી ભાવના છે તે ખાસ ચકાસો. એક સારી ટીમ આપના બિઝનેસની ગાડી ફૂલ સ્પીડમાં દોડાવી શકે છે.

છઠ્ઠું પગલું
આપે આપના બિઝનેસ માટે કેટલા કલાકો આપવા પડશે તેની પસંદગી જાતે કરો. બિઝનેસના પ્રારંભમાં જેટલી સાવધાની રાખશો અને આકરી મહેનત કરશો તેટલું સારું પરિણામ મેળવી શકશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X