2014માં 200 ટકાનું રિટર્ન આપનારા ટોપ 5 શેર્સ
ભારતીય સ્ટોક માર્કેટમાં વર્ષ 2014માં તમામ સેક્ટર્સમાં તેજી જોવા મળી હતી. જેને પગલે શેરબજારના સૂચકઆંકો સેન્સેક્સ અને નિફ્ટીએ 29 ટકા જેટલું ઊંચું રિટર્ન આપ્યું હતું. આ તેજીને પગલે મિડ કેપ શેર્સ પણ તેજ રફ્તારથી આગળ વધ્યા હતા. અહીં અમે એવા ટોપ મિડકેપ શેર્સની વાત કરી રહ્યા છે જેમણે વર્ષ 2014માં 200 ટકા અને કેટલાકે 400 ટકા જેટલું ઊંચું રિટર્ન આપ્યું છે...

ટીવીએસ મોટર્સ
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 1 જાન્યુઆરી, 2014ના રોજ ટીવીએસ મોટર્સનો સ્ટોક રૂપિયા 73.50ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્ટોક વધીને રૂપિયા 242ની આસપાસ ટ્રેડ થઇ રહ્યો છે. ટુ વ્હીલર માર્કેટમાં તેજીની આશાએ તેણે રોકાણકારોને ઊંચું વળતર આપ્યું છે.

મોન્સાન્ટો ઇન્ડિયા
અમેરિકા સ્થિત કંપની મોન્સાન્ટોની ભારતીય શાખા મોન્સાન્ટો ઇન્ડિયાએ અનેકગણું વળતર આપ્યું છે. 2 જાન્યુઆરી, 2014ના રોજ સ્ટોક રૂપિયા 248ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો. આજે આ સ્ટોક રૂપિયા 2743ના સ્તરે પહોંચી ચૂક્યો છે.

એસઆરએફ
માત્ર 12 મહિનાના સમયગાળામાં એસઆરએફ શેર્સની કિંમત રૂપિયા 221થી વધીને રૂપિયા 884 સુધી પહોંચી ગઇ છે. એસઆરએફ અનેક ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે. ખાસ કરીને તે કેમિકલ બેઝ્ડ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં આગળ છે.

જે કે લક્ષ્મી સિમેન્ટ
છેલ્લા એક વર્ષમાં લક્ષ્મી સિમેન્ટે 400 ટકા કરતા વધારે વળતર આપ્યું છે. વર્ષ 2014ના આરંભમાં રૂપિયા 80ના ભાવે ટ્રેડ થઇ રહેલો શેર વર્તમાન સમયમાં રૂપિયા 386ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે.

એનબીસીસી
એનબીસીસીએ છેલ્લા એક વર્ષમાં શાનદાર રિટર્ન આપ્યું છે. સ્ટોક્સ 165ના સ્તરેથી વર્તમાનના રૂપિયા 785ના સ્તરે પહોંચ્યો છે.












Click it and Unblock the Notifications
