For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : ગુજરાતની નવી ઉદ્યોગનીતિ ના 7 મુખ્ય મુદ્દા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 2 જાન્યુઆરી : ગુજરાતમાં અભૂતપૂર્વ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાનું રિવર્સ કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ગુજરાત સરકારે નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી, 2015 ગુરુવારે પોતાની નવી ઉદ્યોગનીતિ જાહેર કરી હતી. સરકારે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન મહત્તમ રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રીત કરીને ઉદ્યોગનીતિ ઘડી છે.

ઉદ્યોગનીતિ રજૂ કરતા નાણામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે સરકારે કુશળ માનવબળના નિર્માણ પર ભાર મૂક્યો છે જેથી રોકાણકારો માટે પ્લેટફોર્મ બનીને ગુજરાત ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઊભરી આવશે.

નવી ઉદ્યોગનીતિનો મુખ્ય હેતુ નાના ઉદ્યોગો સરળતાથી તેમની કામગીરી શરૂ કરી શકે અને રોજગારી વધે તેવો છે. ઉદ્યોગનીતિમાં કોને કેટલી રાહત મળી તેની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નીતિમાં સામેલ કરવામાં આવેલા મુદ્દાની વિગત આપવામાં આવી છે.

ગુજરાતની ઉદ્યોગનીતિના મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે...

1. કયા સેક્ટર્સ પર ફોકસ

1. કયા સેક્ટર્સ પર ફોકસ


ગુજરાતની નવી ઉદ્યોગનીતિમાં MSME સેક્ટરનો વિકાસ, ઇનોવેશન, ઉદ્યોગસાહસિકતા અને મહિલાઓને પ્રોત્સાહન આપવા પર ભાર મુકાયો છે.

2. ઇનોવેટિવ પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે સહાય

2. ઇનોવેટિવ પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે સહાય


સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને વિશેષ સહાય, યુવા સાહસિકોને સ્ટાર્ટ-અપ માટે પ્રોત્સાહન, ઇનોવેટિવ પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે યુનિવર્સિટીઓને પ્રોત્સાહન

3. શિક્ષણ અને ઉદ્યોગ જગત વચ્ચે સેતુ

3. શિક્ષણ અને ઉદ્યોગ જગત વચ્ચે સેતુ


કુશળ માનવબળના નિર્માણ માટે ઉદ્યોગો અને યુનિવર્સિટી વચ્ચે સંકલન, R&D તેમજ ટેક્‌નોલોજી અપગ્રેડેશન માટે મદદ, ટ્રેડ ફેસિલિટેશન અને ઇ-ગવર્નન્સને પ્રોત્સાહન, શ્રમલક્ષી ઉદ્યોગોનો પ્રોત્સાહન, સેવા ક્ષેત્રમાં સાહસિકોને મદદ

4. ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવાશે

4. ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવાશે


ગુજરાતને વિશ્વકક્ષાએ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા આયોજન છે. MSME માટે વિશેષ સહાય યોજના શરૂ કરાશે. મહિલા સાહસિકો તેમજ અનુસૂચિત જાતિ, જનજાતિ અને શારીરિક વિકલાંગ સાહસિકો, યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન ઉપરાંત વ્યાજમાં સહાય અપાશે. વિશેષ ક્ષેત્રોમાં સ્કીલ્ડ માનવબળના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

5. મેન્યુફેક્ચરિંગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરપૂર્તિ

5. મેન્યુફેક્ચરિંગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરપૂર્તિ


ગુજરાતમાં હાલમાં ગિફ્ટ સિટી પ્રોજેક્ટ અમલમાં છે. દિલ્હી, મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (ડીએમઆઇસી)નો 38 ટકા ભાગ ગુજરાતમાંથી પસાર થાય છે. મલ્ટિ પ્રોડકટ, ટ્વિન સિટી, ટેક્‌નોલોજી પાર્ક વગેરેના વિકાસ દ્વારા ગુજરાતને ઉત્પાદન ક્ષેત્રે વિશ્વકક્ષાનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવાશે.

6. ઇન્ટરનેટ અને એન્વાયર્નમેન્ટ

6. ઇન્ટરનેટ અને એન્વાયર્નમેન્ટ


ચોક્કસ ઔદ્યોગિક ક્ષેત્રોને સુદૃઢ બનાવવા કૌશલ્ય નિર્માણ, ઝીરો એફયુલન્ટ ડિસ્ચાર્જ પ્લાન્ટ દ્વારા પર્યાવરણ સુરક્ષા, આંતરમાળખાકીય સુવિધાના નિર્માણ દ્વારા લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે પ્રોત્સાહન અને ઉત્પાદનોમાં વેલ્યૂ એડિશન ઉપર વધુ ઝોક મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રીન-ક્લીન એનર્જીના ઉપયોગ માટે ખાસ પ્રોત્સાહન આપવામાં આવશે.

7. શ્રમ કાયદામાં સુધારા

7. શ્રમ કાયદામાં સુધારા


આ ઉપરાંત શ્રમ કાયદામાં સરળીકરણ, ઔદ્યોગિક દૃષ્ટિએ પછાત વિસ્તારો પર ધ્યાન અપાશે. 31 માર્ચ, 2014ની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 2,61,760 MSME એકમો ચાલુ છે. નવી ઉદ્યોગનીતિથી SIR, GIDC અથવા ખાનગી ઔદ્યોગિક પાર્ક માટે આંતરમાળખાકીય સુવિધા અપાશે. ટેક્‌નોલોજી ટ્રાન્સફરને પણ નવી ઉદ્યોગ નીતિમાં મહત્ત્વ અપાયું છે.

English summary
Top 7 points of Gujarat government's new Industrial Policy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X