Top Billionaire List : અદાણી-અંબાણીની નેટવર્થમાં વધારો, આ છે સૌથી ધનવાન લોકોની યાદી

Top Billionaire List : દુનિયામાં ટોપ અરબપતિઓની યાદીમાં સમયાંતરે ફેરફારો થતા રહે છે. હાલ દુનિયાના સૌથી ધનવાન લોકોમાં એલોન મસ્ક ટોચ પર છે. જે બાદ ફ્રાન્સના અરબપતિ વર્નાર્જ અર્નાલ્ટ આવે છે.

આ અહેવાલમાં આપણે દુનિયાના સૌથી ધનવાન લોકોની યાદી જાણીશું. આ સાથે તેમની નેટવર્થ વિશે પણ જાણીશું.

Top Billionaire List

ટોપ પર છે એલોન મસ્ક - જો આપણે વિશ્વના ટોપ-1 અબજોપતિ વિશે વાત કરીએ તો એલોન મસ્ક તે ટોચ પર હાજર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં 9.35 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.

આ પછી એલોન મસ્કની નેટવર્થ ઘટીને 226 બિલિયન ડોલર થઈ ગઈ છે. સંપત્તિમાં ઘટાડા બાદ પણ તે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે, એલોન મસ્ક ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટર જેવી કંપનીઓના માલિક છે.

બર્નાર્ડ આર્નોલ્ટની નેટ વર્થ - બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વમાં ટોપ-10ની યાદીમાં બીજા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં પણ ઘટાડો થયો છે. બર્નાર્ડ આર્નોલ્ટ ફ્રાન્સના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની સંપત્તિમાં જો ડોલરમાં 3.04નો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી તેમની કુલ સંપત્તિ ઘટીને 183 બિલિયન ડોલર થઈ ગઈ છે.

ટોપ-10 બિલિયોનેર્સની યાદી - અત્રે ઉલ્લેખનીય છે કે, જેફ બેઝોસ ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં ત્રીજા નંબર પર છે. તેમની કુલ સંપત્તિ 162 અબજ ડોલર છે. આવા સમયે લેરી એલિસનની કુલ સંપત્તિ 134 બિલિયન ડોલર છે, તે ચોથા નંબર પર છે.

બિલ ગેટ્સ પાંચમા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 129 બિલિયન ડોલર છે, જ્યારે લેરી પેજની નેટવર્થ 122 બિલિયન ડોલર છે અને તેઓ છઠ્ઠા નંબર પર છે. જે બાદ સાતમા સ્થાને વોરેન બફે, આઠમા સ્થાને સર્ગેઈ બ્રિન, નવમા સ્થાને સ્ટીવ બાલ્મર અને દસમા સ્થાને માર્ક ઝુકરબર્ગ છે.

મુકેશ અંબાણીની નેટવર્થ વધી - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં તેમની નેટવર્થ 670 બિલિયન વધી છે. હવે તેમની કુલ સંપત્તિ 91.2 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. આ વધારા બાદ તે વિશ્વના અબજોપતિઓની યાદીમાં 12મા સ્થાને છે.

ગયા અઠવાડિયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એમ-કેપમાં જોરદાર ઘટાડો થયો છે. આ પછી પણ તે ભારતની સૌથી મૂલ્યવાન કંપનીની યાદીમાં નંબર-1 પર છે.

ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો - ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં તેમની કુલ સંપત્તિમાં 8015 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ પછી તેની નેટવર્થ 62.8 બિલિયન ડોલર થઈ ગઈ છે. તે વિશ્વના અબજોપતિઓની યાદીમાં 21મા સ્થાને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X