For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોચની કંપનીઓએ 30000 કરોડની માર્કેટ કેપિટલ ગુમાવી

|
Google Oneindia Gujarati News

Market
મુંબઇ, 30 સપ્ટેમ્બર : સેન્સેક્સમાં ટોચની કંપનીઓમાં 10માંથી 7 કંપનીઓની માર્કેટ કેપિટલમાં ગયા સપ્તાહે અંદાજે 30,098 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. આ સાત કંપનીઓમાં સૌથી વધારે ઘટાડો જાહેર ક્ષેત્રની કંપની ઓએનજીસીને થયો છે.

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે શેર માર્કેટમાં 0.05 ટકાની સામાન્ય વૃધ્ધિ નોંધાઇ હતી. જેના કારણે આઇટીસી, એસબીઆઇ અને એચડીએફસી બેંકની માર્કેટ કેપિટલમાં કુલ 10,552 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

બીજી તરફ ઓએનજીસીનું માર્કેટ કેપિટલ અંદાજે 11,080 રૂપિયા જેટલું ઘટીને 2,39,895 કરોડ રૂપિયા થઇ ગઇ છે. કોલ ઇન્ડિયાની માર્કેટ કેપિટલ 7,864 કરોડ રૂપિયા ઘટીને 2,27,041 કરોડ રૂપિયા થઇ છે.

ખાનગી ક્ષેત્રની અન્ય અગ્રણી કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ કેપિટલ 4,271 કરોડ રૂપિયા ઘટીને 2,70,716 કરોડ રૂપિયા, ઇન્ફોસિસની માર્કેટ કેપિટલ 3,482 કરોડ રૂપિયા ઘટીને 1,45,510 કરોડ રૂપિયા થઇ છે. ટીસીએસની માર્કેટ કેપિટલ 1,820 કરોડ રૂપિયા ઘટીને 2,53,264 કરોડ રૂપિયા થઇ છે.

આ ઉપરાંત આઇસીઆઇસીઆઇ અને એનટીપીસીની માર્કેટ કેપિટલમાં પણ ઘટાડો થયો છે. આઇસીઆઇસીઆઇની માર્કેટ કેપિટલ 922 કરોડ રૂપિયા ઘટીને 1,21,899 કરોડ રૂપિયા જ્યારે એનટીપીસીની માર્કેટ કેપિટલ 659 કરોડ રૂપિયા ઘટીને 1,38,400 કરોડ રૂપિયા થઇ છે.

English summary
Top 10 companies of Sensex loses its market capital around 30000 crore last week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X