For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૃષિ કોમોડિટીમાં મોડી સાંજ સુધી ટ્રેડિંગ ચાલુ રાખવા વિચારણા

|
Google Oneindia Gujarati News

commodity
મુંબઇ, 23 સપ્ટેમ્બર : ગ્લોબલ ઈન્ડિયા 2013 દરમિયાન ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ચેરમેન રમેશ અભિષેકે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે ''ટૂંક સમયમાં એગ્રીકલ્ચર કોમોડિટીઝ માટે પણ મોડી સાંજ સુધી ટ્રેડિંગ ચાલુ રાખવામાં આવશે.'' અભિષેકે વધુમાં માહિતી આપતાં કહ્યું હતું કે હાલ ટ્રેડર્સ અને એક્સચેન્જ સાથે આ બાબતે વાતચીત ચાલી રહી છે.

નોંધનીય છે કે હાલ માત્ર નોન-ફાર્મા કોમોડિટીઝ જેવી કે ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, મેટલ્સ, સોનું, ચાંદી માટે જ મોડી સાંજ સુધી ટ્રેડિંગ કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે. ઓઈલ કોમ્પ્લેક્સ, સુગર અને મેઝ જેવી કોમોડિટીઝનું મોડી સાંજ સુધી ટ્રેડિંગ કરી શકાય તે માટે હાલ ઉચ્ચ સ્તર પર ચર્ચાવિચારણા ચાલી રહી છે.

ઓઈલ કોમ્પ્લેક્સમાં સોયાબીન, પામ ઓઈલ્સ અને રાપીસેડ ઓઈલનો સમાવેશ થાય છે. હાલ એગ્રીકલ્ચર કોમોડિટીઝનું ટ્રેડિંગ સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 10થી 5 દરમિયાન કરવામાં આવે છે. જ્યારે શનિવારે આ ટ્રેડિંગનો સમય સવારે 10થી બપોરના 2 વાગ્યા સુધીનો હોય છે. નોનો એગ્રીકલ્ચર કોમોડિટીઝના ભાવો ઈન્ટરનેશનલ ભાવોના અનુસંધાને નક્કી કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્લોબલ માર્કેટ શનિવારે ચાલુ રહેતું નથી. મુખ્યત્વે નોન-ફાર્મા ટ્રેડિંગ બાબતે શનિવારે ફરિયાદો ઉઠવા પામી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક વ્યક્તિઓએ ફ્યુચર માર્કેટમાં તેમના નફા અને ખોટા પણ માર્ચ 30 (શનિવાર)નાં એ એડજસ્ટ કર્યા હતા. આ બાબતે નિયમિતતા લાવવા માટે હાલના તબક્કે બધી જ ડિલિવરી ફરજિયાત કરવા માટેની ચર્ચાઓ ચાલી રહી છે અને ડિલિવરી ફરજિયાત બનાવવાને કારણે માર્કેટમાં ખૂબ જ સરળતા થશે તેવી આશા રાખવામાં આવી રહી છે. આ મુજબ ચાર કોન્ટ્રાક્ટસની ડિલિવરી ફરજિયાત બનાવામાં આવશે. નાના-કોન્ટ્રેક્ટરો માટે કેશ પેમેન્ટની પણ સગવડ કરવામાં આવશે.

આ માટે કમિશન દ્વારા બધા જ એક્સચેન્જોને તેમના વેરહાઉસનું રજિસ્ટ્રેશન રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં કરાવવા માટેની સૂચના આપવામાં આવી છે. રજિસ્ટ્રેશનને પરિણામે એક્સચેન્જને મળતી ક્વનોટીટી અને ક્વોલિટીની ફરિયાદોમાં ઘટાડો થશે.

ફોરવોર્ડ માર્કેટ્સ કમિશન દ્વારા કોઈ પણ કંપનીનું રજિસ્ટ્રેશન ન થાય ત્યાં સુધી તેના દ્વારા 'એક્સચેન્જ' શબ્દ ન વાપરવામાં આવે તે અંગેની સૂચન પણ આપવામાં આવી છે. ફોરવર્ડ માર્કેટ્સ કમિશનને ફોરવોર્ડ માર્કેટસ (રેગ્યુલેશન) એક્ટ 1952માં એમેન્ટમેન્ટ થયા બાદ ખૂબ જ સરળતા રહેશે. નોંધનીય છે કે આ અંગેનું બિલ સંસદના શિયાળુ સત્રમાં પાસ થાય તેવી શક્યતા છે.

English summary
Trading may continue till late evening in Agricultural commodities
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X